હાલોલ જ્યોતિ સર્કલ પાસે કન્ટેનર-બાઈક અકસ્માત : બાઇકચાલકને ગંભીર ઈજાઓ

પંચમહાલના હાલોલ સ્થિત જ્યોતિ સર્કલ પાસે ક્ધટેનર અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બાઈક ચાલકને પગમાં ગંભીર ઈજાઓ થતાં તેને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

અકસ્માતમાં ઘવાયેલા બાઈક ચાલકની ઓળખ ઘોઘંબા તાલુકાના વાવ બાકરોલ ગામના સુરેશભાઈ કાભયભાઈ બારીયા તરીકે થઈ છે. તેઓ આસોજમાં આવેલી રિલાયન્સ કંપનીમાંથી નોકરી પૂરી કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની હતી.

હાલોલ જ્યોતિ સર્કલ પર બાઈક ચાલક ક્ધટેનર નીચે આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો. ઘટના સ્થળે લોકોની ભીડ એકઠી થઈ હતી. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી.