પંચમહાલ પત્રકારો માટે ગોધરા રેડક્રોસ ખાતે હેલ્થ કેમ્પ યોજાયો

પંચમહાલના પત્રકારો માટે ગોધરા રેડક્રોસ ખાતે હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો. ગુજરાત સરકારના વાર્ષિક સ્વાસ્થ્ય જાળવણી કાર્યક્રમ અંતર્ગત આ કેમ્પનું આયોજન કરાયું હતું.

કેમ્પમાં ઓનલાઈન નોંધણી કરાવેલા પત્રકારોએ વહેલી સવારથી જ હાજરી આપી હતી. બ્લડ ટેસ્ટ સહિતના પ્રાથમિક સ્વાસ્થ્ય ચેકઅપથી કેમ્પની શરૂઆત થઈ હતી, જેમાં પત્રકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

આયોજન મુજબ, બપોરે 2 થી 4 વાગ્યા દરમિયાન 35 વર્ષથી વધુ વયના પત્રકારો માટે ઊઈૠ અને એક્સ-રે ચેકઅપ યોજવામાં આવશે. આયોજકોએ પરીક્ષણ પ્રક્રિયા સરળતાથી પૂર્ણ થાય તે માટે સમયસર હાજર રહેવા વિનંતી કરી છે.

આ હેલ્થ ચેકઅપ કેમ્પ દ્વારા પત્રકારો પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ જાગૃત બને તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. 35 વર્ષથી વધુ વય ધરાવતા તમામ પત્રકારોને નિર્ધારિત સમયે ફરી ઉપસ્થિત રહેવા સૂચના અપાઈ છે.