હાઈકોર્ટના આદેશ બાદ સુરત પોલીસે ગજેરા ભાઈઓ સામે છેતરિંપડીનો કેસ દાખલ

એક તરફ ગુજરાત હાઈકોર્ટના આદેશ બાદ સુરત પોલીસે ગજેરા ભાઈઓ સામે છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. તો હવે ગજેરા બંધુઓની મુશ્કેલીમાં ઓર વધારો થયો છે. ગજેરા બંધુઓ સામે ૧૯૨૮ કરોડના મહાકૌભાંડનો ધડાકો થયો છે. ૪૩% ભાગીદારી હડપવાનો અને ૧૫ બોગસ સહી કરાવી લેવાનો ગંભીર આક્ષેપ થયો છે. હવે પ્રવીણ દેવકીનંદન અગ્રવાલે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

સુરતના રિયલ એસ્ટેટ માર્કેટમાં મોટું નામ ધરાવતા ગજેરા બંધુઓની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધી રહી છે. હવે ૧૯૨૮ કરોડની છેતરપિંડીની ગંભીર થતા સુરતના પ્રોપર્ટી માર્કેટમાં ખળભળાટ મચી ગયો છે. ફરિયાદી પ્રવીણ દેવકીનંદન અગ્રવાલે શાંતિ રેસિડેન્સી પ્રા. લિ.માં શેરહોલ્ડિંગ  ૪૩%થી ૪.૦૨% થયું હોવાનો દાવો કર્યો છે. સાથે જ મિલેનિયમ માર્કેટની દુકાનના દસ્તાવેજ માત્ર ૩૭ લાખમાં દર્શાવ્યાનો આક્ષેપ કરાયો છે.

પ્રવીણ અગ્રવાલે બજાર કિંમત ૫ થી ૭ કરોડ વચ્ચે હોવાનો ફરિયાદીનો દાવો કર્યો છે. તેઓએ કહ્યું કે, ૨૦૦૯થી શરૂ ભાગીદારીમાં વિશ્વાસઘાતનો ખેલ કરાયો હતો. કેશ વ્યવહારોના વિરોધ બાદ વિવાદ વકર્યો હતો. તેથી ડાયરેક્ટર પદેથી હટાવવા કૂટનીતિ અપનાવવામાં આવી હતી. રિન્યુનસિએશન ફોર્મમાં ખોટી સહીઓ કર્યાનો આક્ષેપ તથા હવાલા મારફતે હોંગકોંગ નાણાં ટ્રાન્સફર થયાનો આરોપ કરાયો છે. આમ, ગજેરા બંધુઓએ મની લોન્ડરિંગ નેટવર્ક ચલાવ્યાની ચર્ચા તેજ બની છે. હાઈકોર્ટના વલણ બાદ ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધ્યો છે. તો બીજી તરફ, વસંત ગજેરા સહિત અનેક સામે કેસ દાખલ થયા છે. ફરિયાદ બાદ આરોપીઓ ભૂગર્ભમાં ઉતર્યા હોવાની ચર્ચા સુરતના માર્કેટમાં વહેતી થઈ છે