ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે છોટાઉદેપુરમાં ગૌભક્તોએ ૨.૮૦ લાખથી વધુ સહી વાળી પેન ડ્રાઇવ સુપ્રત કરી

ગૌમાતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા અને દેશભરમાં ગૌહત્યા પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે છોટાઉદેપુરમાં ગૌસન્માન આવાહન અભિયાન અંતર્ગત ગૌભક્તોએ વિશાળ રેલી યોજી. જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું.

અભિયાનની શ‚આત રણછોડરાય મંદિર ખાતે ગૌમાતાની પૂજા-આરતીથી કરવામાં આવી હતી. ત્યારબાદ ઢોલ-નગારાના નાદ અને રામધુન સાથે ગૌભક્તોની ભવ્ય રેલી નગરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ જીલ્લા સેવા સદન પહોંચી હતી. ત્યાં અધિક જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવા તેમજ દેશભરમાં ગૌહત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાની માંગ કરવામાં આવી હતી. કામનાથ ગૌશાળા સમિતિ સહિત વિવિધ સામાજીક અને ધાર્મિક સંસ્થાઓના આગેવાનો કાર્યક્રમમાં જોડાયા હતા.

આવેદનપત્ર સાથે સમગ્ર દેશમાંથી અંદાજીત ૧૫ કરોડ અને છોટાઉદેપુર પંથકમાંથી ૨.૮૦ લાખથી વધુ ગૌભક્તોની ડિજીટલ સહીઓનો ડેટા ધરાવતી પેન ડ્રાઇવ પણ સત્તાધીશોને સુપ્રત કરવામાં આવી હતી. ગૌભક્તોએ જણાવ્યું હતું કે ગૌમાતાના સન્માન અને સંરક્ષણ માટે તેમનું અભિયાન આગામી સમયમાં પણ સતત ચાલુ રહેશે.

૧૫ કરોડથી વધુ ડિજીટલ સહીઓનો દાવો ગૌસન્માન આવાહન અભિયાન અંતર્ગત ગૌભક્તોએ અધિક જીલ્લા કલેક્ટરને આવેદનપત્ર સાથે સમગ્ર દેશમાંથી અંદાજીત ૧૫ કરોડ અને છોટાઉદેપુર પંથકમાંથી ૨.૮૦ લાખથી વધુ ડિજીટલ સહીઓનો ડેટા ધરાવતી પેન ડ્રાઇવ સુપ્રત કરી હતી. ગૌમાતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગને વ્યાપક જનસમર્થન મળ્યાનો દાવો આયોજકોએ કર્યો હતો.