બોડેલીના રણભૂન-સિથોલ માર્ગ બિસ્મા પંચાયતે તંત્રને લેખિતમાં રજૂઆત કરી

બોડેલી તાલુકાના રણભૂનથી સિથોલ ગામને જોડતો માર્ગ ભારે વાહનોની અવરજવરને કારણે બિસ્માર બન્યો છે. આ અંગે રણભૂન ગોગડિયા મોટી બુમડી જૂથ ગ્રામ પંચાયત દ્વારા સંબંધિત અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામજનોના આક્ષેપ મુજબ, આ માર્ગ પર રેતી ભરેલા ભારે વાહનોની સતત અવરજવર રહે છે, જેના કારણે રસ્તાની હાલત કથળી છે. માર્ગને થતા નુકસાનને કારણે સ્થાનિક ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે.

ગ્રામ પંચાયતે પોતાની રજૂઆતમાં માર્ગની સ્થિતિ સુધારવા અને ભારે વાહનો દ્વારા થતા નુકસાનને અટકાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે. ગ્રામજનોએ પણ તંત્ર દ્વારા આ મામલે ઝડપથી યોગ્ય પગલાં ભરવામાં આવે તેવી અપીલ કરી છે, જેથી માર્ગની ગુણવત્તા જળવાઈ રહે અને સ્થાનિકોને હાલાકી ન ભોગવવી પડે.