ધોધંબાના ગુણેશીયા ગામેથી રૂા.24.64 લાખનો દારૂનો જથ્થો એલસીબીએ ઝડપ્યો

ધોધંબા તાલુકાના ગુણેશીયા નાનું ફળીયું સ્મશાનની બાજુમાં રહેતા આરોપીએ પોતાના ધરની બહાર આવેલ પતરાની ઓરડીમાં ભારતીય બનાવટનો દારૂ રાખેલ છે. તેવી બાતમીના આધારે પોલીસે રેઈડ કરતાં અલગ અલગ બ્રાન્ડની દારૂની પેટીઓ 223 અને છુટા નંગ-46 મળી રૂા.24,64,242/-ના મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયો હતો અને દારૂનો જથ્થો મુકનાર મળી આવ્યો ન હતો.

પંચમહાલ એલ.સી.બી. પોલીસને બાતમી મળી હતી કે, ધોધંબા તાલુકાના ગુણેશીયા ગામે નાનુ ફળીયું સ્મશાનની બાજુમાં રહેતા આરોપી પ્રવિણસિંહ ઉર્ફે લાલો અનોપસિંહ જાદવનાધરની બહાર આવેલ પતરાની ઓરડીમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ રાખેલ છે. તેવી બાતમીના આધારે એલ.સી.બી.પોલીસે રેઈડ કરી હતી. રેઈડ દરમિયાન ઓરડી માંથી અલગ અલગ બ્રાન્ડની દારૂની પેટીઓ નંગ-223 તથા છુટા નંગ-46 મળી બોટલો નંગ-9406 કિંમત રૂા.24,64, 242/-નો દારૂના જથ્થા સાથે પ્રવિણભાઇ ઉર્ફે લાલો જાદવને ઝડપી પાડવામાં આવ્યો હતો. જ્યારે દારૂનો જથ્થો મુકનાર આરોપી દિલીપ ઉર્ફે ગનો બળવંતસિંહ પરમાર (રહે. શેરપુરા, ધોધંબા) સ્થળ પર મળી આવ્યો ન હતો. આ બાબતે દામાવાવ પોલીસ મથકે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી છે.