
ગોધરા તાલુકાના નદીસર ગામે સરકારી અને ગૌચર જમીન માંથી કરોડો રૂપીયાની ખનિજ ચોરીનું કૌભાંડ સામે આવ્યું છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા જીપીએસ મશીનથી માપણી કરવામાં આવતાકુલ રૂા.4.64 કરોડની માટી અનેમોરમ ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. ખનિજ ચોરી મામલે ત્રણ ઈસમો વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
ગોધરા તાલુકાના નદીસર ગામે પંચાયતની સરકારી જમીન માંથી કરાતી માટી અને ચોરીના મામલે પંચમહાલ જીલ્લા મદદનિશ ભૂસ્તરશાસ્ત્રી નીરજ ગામીતની સુચનાથી માઈન્સ સુપરવાઈઝર કેયુર સેંજલીયા એ નદીસર ગામે તપાસ હાથ ધરવામાં આવી હતી. આ તપાસમાં ગામની ગૌચર જમીન અને સરદાર પૂન:વસવાટ માટે ફાળવેલ જમીનના વિવિધ સર્વે નંબરોમાં ગેરકાયદેસર ખોદકામ કરી માટી અને મોરમની ચોરી કરાતી હોવાનું જણાયું હતું. ખાણ ખનિજ વિભાગની ટીમ દ્વારા જીપીએસ મશીન દ્વારા માપણી કરવામાંં આવતી હતી. જેમાં કુલ 1,89,003 મેટ્રીક ટન સાદી માટી અને મોરમનું ગેરકાયદેસર ખનન કરાયું હતું. નદીસર ગ્રામ પંચાયત સરપંચ અને તલાટીએ પણ આ માટી ચોરી બાબતે રજુઆત કરી હતી અને કબીરપુરના અજયભાઇ જોગાભાઇ ભરવાડ, રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ જોગાભાઇ ભરવાડ, વિરમભાઇ ગોકલભાઇ ભરવાડ દ્વારા માટી ખનન કરાઈ રહ્યું હોવાનું જણાવેલ હતું. પંચમહાલ ખાણ ખનિજ વિભાગે કરેલી ગણતરી મુજબ માટી અને મોરમ ખનિજની કિંમત રૂા.3.33 કરોડ રૂપીયા અને પર્યાવરણીય નુકશાનનો દંડ રૂા.1.31 કરોડ મળી કુલ રૂા.4,64,67,463/- વસુલવા માટે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસ ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ-324(3),54 અને માઈન્સ એકટનો ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
બોકસ:
ગોધરા તાલુકાના નદીસર ગામે ગ્રામ પંચાયતની સરકારી ગૌચર જમીન સર્વે નં.198 થી 227 સુધીમાં તેમજ સર્વે નંબર 198 થી 201, 215, 216, 218, 219, 223 થી 227 સર્વે નંબર માંથી આરોપીઓ રાજેશભાઇ ઉર્ફે રાજુભાઇ જોેગાભાઇ ભરવાડ, અજયભાઇ જોગાભાઇ ભરવાડ, વિરમભાઇ ગોકળભાઇ ભરવાડ (રહે. કબીરપુર, તા. ગોધરા) એ કિંમત રૂા.33,075,598.5ની માટી, મોરમ અને રેતી તેમજ પર્યાવરણીય નુકશાન રૂા.1,35,60,995.38 મળી રૂા.4,66,36,593.88/-ની ખનિજ ચોરી કરી.