
ગોધરાના વયોવૃદ્ધ નાગરિકે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના સંશોધન અને શિક્ષણ હેતુ માટે પોતાના નશ્ર્વર દેહનું દાન કરી એક પ્રેરણાદાયી ઉદાહરણ પૂરૂં પાડ્યું છે.
મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા પ્રથમ વર્ષના એમબીબીએસના વિદ્યાર્થીઓ માટે ’એનાટોમી’ (શરીર રચના શાસ્ત્ર) વિષય ખૂબ જ મહત્વનો હોય છે. આ વિષયના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે માનવ શરીર (કેડેવર) ની અનિવાર્ય જરૂરિયાત રહે છે. ગોધરાની ૠખઊછજ મેડિકલ કોલેજમાં પણ વિદ્યાર્થીઓને પ્રાયોગિક જ્ઞાન મળી રહે તે હેતુથી દેહદાન સ્વીકારવામાં આવી રહ્યુ છે. સામાન્ય રીતે મૃત્યુ બાદ ધાર્મિક પરંપરા મુજબ અગ્નિસંસ્કાર કરવામાં આવતા હોય છે. પરંતુ રમણીકલાલ અને તેમના પરિવારે અંધશ્રદ્ધા કે જૂની માન્યતાઓ છોડીને વિજ્ઞાનના વિકાસ અને માનવ કલ્યાણને પ્રાધાન્ય આપ્યું છે. ગોધરાના રમણીકલાલ કરશનદાસ સિંધવ 87 વર્ષનું સાર્થક જીવન જીવીને મૃત્યુ બાદ પણ અન્યોને મદદરૂપ થવાની તેમની આ ભાવનાને સાર્થક કરવા અગાઉથી જ દેહદાન માટે ફોર્મ ભરવા સહિતની કાર્યવાહી પૂર્ણ કરી દીધી હતી. સમાજ પ્રત્યેની પોતાની જવાબદારી સમજીને તેમણે તબીબી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પોતાના નશ્ર્વર દેહનું દાન કરી એક પ્રેરણાદાયી રાહ ચીંધ્યો છે.
દેહદાન દ્વારા મળતુ પ્રેક્ટિકલ જ્ઞાન ઘણુ શ્રેષ્ઠ હોય છે મેડિકલના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓ માટે શરીર રચના શાસ્ત્ર સૌથી મહત્વનો વિષય છે. માનવ શરીરની અંદર નસો, સ્નાયુઓ, હાડકાં અને અંગો કેવી રીતે ગોઠવાયેલા છે, તે સમજવા માટે મૃતદેહ પર અભ્યાસ કરવો અનિવાર્ય છે. જે માત્ર પ્રત્યક્ષ જોવાથી જ સમજી શકાય છે. પુસ્તકો કે કોમ્પ્યુટર મોડેલ દ્વારા જે જ્ઞાન મળે છે, તેના કરતા દેહદાન દ્વારા મળતું પ્રેક્ટિકલ જ્ઞાન અનેક ગણું શ્રેષ્ઠ હોય છે.
બોકસ:
ભારતમાં દેહદાહ કરનારા બહુ ઓછા લોકો છે અન્ય દેશ કરતા ભારતમાં દેહદાન ઓછુ થઇ રહ્યુ છે. જેથી મોડીકલનાવિદ્યાર્થીઓના અભ્યાસ અને સંસોધન ઓછુ થઇ રહ્યુ છે. લોકોમાંદેહદાનની જાગૃતતા આવે અને લોકો દેહદાન કરવા પ્રેરાયતો મેડીકલ ક્ષેત્રેભારત અગ્રેસર રહી શકે છે. વધુમાં તબીબો પણ દેહદાન માટે આગળઆવે તે ખુબજ જરૂરી છે.:- હિતેશભાઇ સિંધવ , મૃતકનો પુત્ર…