ગોધરા તાલુકાના પીપળીયા કાંકણપુર ગામે વેચાણ દસ્તાવેજથી રાખેલ જમીનમાં ગેરકાયદેસર કબ્જે કરતાં ચાર વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ ફરિયાદ નોંધાઈ

ગોધરા તાલુકાના પીપળીયા કાંકણપુરએ ફરિયાદીએ વર્ષ ૨૦૧૧માં કાળાભાઈ સાલમભાઈ પરમાર પાસેથી આ ખેતી જમીન વેચાણ દસ્તાવેજ નંબર-૩૪૮૭/૨૦૧૧ તા.૧૮/૧૧/૨૦૧૧થી ૨ લાખ રોકડા ચુકવી ૮૩ ગુંઠા જમીન ખરીદી હતી. ત્યારબાદ રેવન્યુ ખાતા નંબર-૧૫૩૧ માંથી સુરેશભાઈ સાલમભાઈ પરમાર (રહે. કાંકણપુર)ને તા.૧૩/૦૮/૨૦૧૧ના રોજ દસ્તાવેજ નંબર-૧૫૪૦/૨૦૧૮ ક્ષેત્રફળ ૦-૮૩-૦૧ આકાર રૂ.૪.૭૫ પૈસા માંથી ૦-૩૦-૩૫ હે.આરે. ચો.મી. જમીન વેચાણ દસ્તાવેજમાં રૂ.૨૫,૦૦૦/-માં આવેલ હતી. બાકીની જમીન ફરીયાદી જાતે ખેડતા અને ઉપજ મેળવતા હતા. કોરોના સમય બાદ આરોપીએ રમેશભાઈ સાંકળભાઈ પરમાર, પ્રવિણભાઈ નરવતસિંહ પરમાર, રતનસિંહ ભલાભાઈ પરમાર, કૈલાશબેન સોમાભાઈ પરમાર આ ચારે દ્વારા ફરિયાદી મીનાબેન સુરેશભાઈ ભોઈની ગેરકાયદેસર કબ્જો થઈ પચાવી પાડીને ખેડતા હોય આ બાબતે ફરિયાદી મીનાબેન સુરેશભાઈ ભોઈએ રેવન્યુ વિભાગમાં ઓનલાઈન અરજી નં.૪૧૭૦૭૨૫૦૦૦૫૨૯૪, તા.૦૬/૦૭/૨૦૨૩થી અરજી કરેલ હતી. રેવન્યુ વિભાગ દ્વારા અરજી સંબંધે રચાયેલી સમિતિ દ્વારા તપાસ કરતા આરોપીઓએ રમેશભાઈ સાંકળભાઈ પરમાર,પ્રવિણભાઈ નરવતસિંહ પરમાર, રતનસિંહ ભલાભાઈ પરમાર, કૈલાશબેન સોમાભાઈ પરમાર વિ‚દ્ધ લેન્ડ ગ્રેબીંગની ફરિયાદ નોંધાાવ હુકમ કરતા કાંકણપુર પોલીસ મથકે ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.