ગોધરા તાલુકાના મોરડુંગરા ડેઝર ફળીયામાં આરોપીઓ પોતાનું ચેતુ સાઉન્ડ ડી.જે. જાહેરમાં ઉંચા અવાજે પાસ પરમીટ વગર ગીતો વગાડી, અવાજ પ્રદુષણ કરી જાહેરનામાનો ભંગ કરતા ગોધરા તાલુકા પોલીસે આઈસર ટેમ્પો, ડી.જે. સાઉન્ડ સ્પીકર કિંમત ૫,૦૦,૦૦૦/- મળી ૮,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ગોધરા તાલુકાના મોરડુંગરા ડેઝર ફળીયામાં તા.૨૩મેના રોજ રાત્રીના ૧૧.૦૦ કલાકે આરોપી ચેતનકુમાર ઉર્ફે ચેતુ અર્જુનસિંહ બારીયા (નાંદરવા), વનરાજકુમાર ઠકાભાઈ પટેલ (મોરડુંગરા) પોતાના કબ્જાના ચેતુ સાઉન્ડ ડી.જે. સાઉન્ડ સીસ્ટમ પાસ પરમીટ વગર જાહેરમાં ઉંચા અવાજે વગાડતા હોય જેને લઈ જનતાને તકલીફ અને અવરોધ ઉભા કરી શાંતિ ભંગ કરી ઉંચા અવાજે વગાડતા હોય તે સ્થળે ગોધરા તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી અને આઈસર ટેમ્પો જીજે. ૧૭.એકસએકસ.૪૦૦૫ની કિંમત ા.૩,૦૦,૦૦૦/-, ડી.જે. સાઉન્ડ સ્પીકર કિંમત ૫,૦૦,૦૦૦/-ા. મળી કુલ ૮,૦૦,૦૦૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો. આ બાબતે જીલ્લા કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.