ગોધરા શહેરમાં વાવડી બુઝર્ગ અને પોલીસ હેડ કર્વાટરના મકાનમાં તસ્કરોએ હાથફેરો કર્યો

ગોધરાના વાવડીબુઝર્ગની અનંત ઉપવન સોસાયટી અને પોલીસ હેડ કર્વાટરના મકાનમાંથી તસ્કરો રોકડ અને સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા.

ગોધરા શહેરના વાવડી બુઝર્ગ, ધોળાકુવા પાસે આવેલી અનંત ઉપવન સોસાયટીના મકાન નં.-૧૫૪માં રહેતા અને વકીલાતનો વ્યવસાય કરતા અલ્પેશભાઈ ચંદ્રકાંત પંડ્યાએ ગોધરા શહેર એ-ડીવીઝન પોલસ મથકે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ હતુ કે, ગત તા.૪ જુલાઈના રોજ તેઓના મકાનમાં તસ્કરે દરવાજાનો લોક તોડી તિજોરીમાં મુકી રાખેલા રૂ.૧,૦૭,૩૦૦/-ના સોનાના દાગીનાની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જયારે શહેરના પોલીસ હેડ કર્વાટર બ્લોક નં.-૨૧ ના ‚મ નં.-૭૦૩ માં રહેતા પોલીસ કર્મચારી અજીતભાઈ સુરપાલસિંહ પરમારના મકાનમાં ગત તા.૯ જુલાઈના રોજ તસ્કરોએ ધરમાં પ્રવેશ કરી રોકડા રૂ ૭,૮૦૦/-ની ચોરી કરી ફરાર થઈ ગયો હતો. જે બંને બનાવો સંબંધે પોલીસે ગુનો નોંધી આગળ કાર્યવાહી હાથ ધરી છે.