દાહોદ શહેરમાં ૧૪૦ કિ.મી.લાંબી સ્ટોર્મ વોટર લાઈનનુ નેટવર્ક બિછાવાયુ

દાહોદ સ્માર્ટ સિટી દ્વારા વર્ષ-૨૦૨૧ દરમિયાન સ્ટોર્મ વોટર ડ્રેનેજ પ્રોજેકટનુ કામ સફળતાપુર્વક પુર્ણ કરાયુ છે. આ પ્રોજેકટ અંતર્ગત શહેરમાં અંદાજે ૧૪૦ કિ.મી.લાંબી સ્ટોર્મ વોટર લાઈનનુ નેટવર્ક બિછાવાયુ છે. જિલ્લા કલેકટરે સ્માર્ટ સિટી બિલ્ડિંગની મુલાકાત લઈ કામગીરી અંગે માહિતી મેળવી સમીક્ષા કરી હતી.

પ્રોજેકટ પુર્ણ થવા બાદ કરાર મુજબ ૫ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સની કામગીરી હાલમાં સંબંધિત એજન્સી દ્વારા દાહોદ સ્માર્ટ સિટીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ કરવામાં આવી રહી છે. જે વિસ્તારોમાં સ્ટોર્મ વોટર લાઈન કાર્યરત છે ત્યાં સામાન્ય રીતે વરસાદ બંધ થયાના ૩૦ મિનીટની અંદર વરસાદી પાણીનો નિકાલ થઈ જાય છે. ઉપરાંત દાહોદ સ્માર્ટસિટીના બિલ્ડિંગમાંથી સીસીટીવી અને પીટીઝેડ કેમેરાની મદદથી સમગ્ર સ્ટોર્મ વોટર સિસ્ટમનુ સતત મોનીટરીંગ કરવામાં આવે છે. જયાં વધુ પ્રમાણમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાય અથવા કોઈ ફરિયાદ પ્રાપ્ત થાય ત્યાં સંબંધિત એજન્સીને તાત્કાલિક જાણ કરવામાં આવે છે. જેથી ઝડપી કામગીરી કરીને સમસ્યાનો નિકાલ કરી શકાય. સ્ટોર્મ વોટર સિસ્ટમ દ્વારા વરસાદી પાણીનો નિકાલ છાબ તળાવ, દેલસર તળાવ તથા દુધીમતી નદી તરફ કરવામાં આવે છે. જેથી શહેરમાં વરસાદી પાણીનો ઝડપી અને અસરકારક નિકાલ થઈ શકે. કલેકટરે આ અંગે કામગીરીનુ નિરીક્ષણ કરીને જ‚રી સુચના અને માર્ગદર્શન આપ્યુ હતુ.