ગોધરા-જાફરાબાદ-આનંદનગર રોડ પર બોક્ષ કલ્વર્ટ અને એપ્રોચ રોડની કામગીરી અન્વયે વાહનવ્યવહાર માટે ડાયવર્ઝન અંગે જાહેરનામું

પંચમહાલ જીલ્લાના ગોધરા તાલુકામાં આવેલ જાફરાબાદ ખાતે “ગોધરા-જાફરાબાદ આનંદનગર ટુ સ્પોર્ટ કોમ્પલેક્ષ રોડ પર બોક્ષ કલ્વર્ટ (નાળું), એપ્રોચ રોડ અને તેના ક્યોરિંગની કામગીરી ચાલુ હોવાના કારણે જાહેર જનતાની સુરક્ષા અને સલામતી અર્થે તમામ પ્રકારના વાહનોની અવરજવર માટે આ રસ્તો બંધ રાખવા માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ, પંચમહાલ ગોધરા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામા મુજબ તા. ૨૯/૦૭/૨૦૨૬ થી તા. ૦૮/૦૮/૨૦૨૬ સુધી વાહનવ્યવહાર બંધ રહેશે અને વાહનચાલકો માટે નીચે મુજબના વૈકલ્પિક રસ્તાઓ નિયત કરવામાં આવ્યા છે:

વૈકલ્પિક રસ્તાઓ (ડાયવર્ઝન):

૧. પ્રગતિનગર, લકુલીશ સોસાયટી, વૃતાલય અને આસારામ આશ્રમની આસપાસના રહીશો માટે: કનેલાવ તળાવ થઈ શામળાજી કોલેજ થઈ મુનલાઈટ દાહોદ સ્ટેટ હાઈવે જતો રસ્તો (આશરે ૨.૦૦ કિ.મી.).

૨. જાફરાબાદ આનંદનગરના રહીશો માટે: પત્થર તલાવડી થઈ કાંસુડી ફાટકની બાજુમાંથી રવિ શંકર સ્કૂલ થઈ કનેલાવ તળાવ થઈ શામળાજી કોલેજ થઈ મુનલાઈટ દાહોદ સ્ટેટ હાઈવે જતો રસ્તો (આશરે ૫.૪૦ કિ.મી.).

આ હુકમનો ભંગ કે, ઉલ્લંઘન કરનાર સામે કાયદેસરની કાર્યવાહી/શિક્ષા કરવામાં આવશે.