ગોધરા બાયપાસ રોડ પર આઇસર અને ટેન્કર વચ્ચે અકસ્માત બંને વાહનો વચ્ચે ફસાતા ભારે જહેમત બાદબહાર કાઢયા

ગોધરા નજીક વડોદરા-દાહોદ બાયપાસ રોડ પર આજે ગેસ સિલિન્ડર ભરેલા એક આઇસર અને ટેન્કર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ ટક્કર એટલી જોરદાર હતી કે, આઇસરનો ડ્રાઇવર બંને વાહનોની વચ્ચે ગંભીર રીતે ફસાઈ ગયો હતો.

ઘટનાની જાણ થતાં જ ગોધરા તાલુકા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે સ્થાનિક લોકોની મદદથી ઝડપી બચાવ કામગીરી હાથ ધરી. ભારે જહેમત બાદ વાહનો વચ્ચે ફસાયેલા ડ્રાઇવરને સુરક્ષિત રીતે બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સમયસર હાથ ધરાયેલી બચાવ કામગીરીને કારણે ડ્રાઇવરનો જીવ બચી શક્યો હતો. ગોધરા તાલુકા પોલીસની સતર્કતા અને ઝડપી કાર્યવાહીને કારણે આ સફળ રેસ્ક્યુ શક્ય બન્યું. પોલીસે આ અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે.