ધોધંબાના રાયણમુવાડા એકલવ્ય સ્કૂલમાં વ્યાસ પૂજા પખવાડિયા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

ભારતીય શિક્ષણ મંડળ ગુજરાત પ્રાંત દ્વારા ઘોઘંબા તાલુકાની રાયણમુવાડા એકલવ્ય રેસીડેન્સિયલ સ્કૂલમાં વ્યાસ પૂજા પખવાડિયા અંતર્ગત એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રાંત અધિકારી કુમારી ભગવતીબેન જોશીએ ‘ભારતીય સંસ્કૃતિની ગુ‚ શિષ્ય પરંપરા’ વિષય પર વક્તવ્ય આપ્યું.

ભગવતીબેન જોશીએ ‘શિક્ષણમાં ભારતીયતા એટલે શું’ અને ’શ્રદ્ધાવાન લભતે વિદ્યા’ જેવા મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો. તેમણે જ્ઞાન અને માહિતી, તેમજ ’ટીચર’ અને ‘ગુ‚’ શબ્દો વચ્ચેના તફાવત અને તેની અર્થવિભાવના સમજાવી.

વક્તવ્ય દરમિયાન, તેમણે તાજેતરમાં દિલ્હીના જંતર મંતર પર વિદ્યાર્થીઓના બેફામ વાણી વિલાસનું ઉદાહરણ ટાંક્યું. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે પ્રથમ ગુ‚ માતા-પિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર એ મૂલ્યલક્ષી શિક્ષણ જ શીખવી શકે છે અને જીવનમાં તેની અત્યંત જ‚રિયાત છે.

આ પ્રસંગે શિલ્પાબેન, સેજલબેન અને અન્નપૂર્ણા બહેને પણ પ્રસંગોચિત વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમના અંતે, આચાર્ય રાઠવાએ ઉપસ્થિત સૌનો આભાર વ્યક્ત કર્યો.