
ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના જાળીયા ગામમાં પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓમાં રોષ જોવા મળ્યો છે. શિક્ષકોની ઘટના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસ પર અસર પડી રહી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી વિરોધ નોંધાવ્યો હતો.
જાળીયા ગામની પ્રાથમિક શાળામાં લાંબા સમયથી શિક્ષકોની અછત હોવાના કારણે વિદ્યાર્થીઓના અભ્યાસમાં મુશ્કેલી પડી રહી હોવાનું વાલીઓનું કહેવું છે. પૂરતા શિક્ષકો ન હોવાથી વિદ્યાર્થીઓને યોગ્ય શિક્ષણ મળી રહૃાું નથી અને શૈક્ષણિક પ્રવૃત્તિઓ પર અસર પડી રહી છે.આ મુદ્દાને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓએ શાળાને તાળાબંધી કરી પોતાની માંગ રજૂ કરી હતી.
શાળા બંધ કર્યા બાદૃ વિદ્યાર્થીઓ અને વાલીઓ ગારીયાધાર તાલુકા પંચાયત કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યાં તેમણે શિક્ષકોની ઘટ તાત્કાલિક પૂરી કરવા અને વિદ્યાર્થીઓને નિયમિત તથા ગુણવત્તાસભર શિક્ષણ મળે તેવી માંગ સાથે રજૂઆત કરી હતી.આ અંગે અધિકારીઓને આવેદૃનપત્ર પણ આપવામાં આવ્યું હતું.
વાલીઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને શાળામાં જરી સંખ્યામાં શિક્ષકોની નિમણૂક કરવામાં આવે. શિક્ષકોની અછત દૃૂર નહીં થાય તો વિદ્યાર્થીઓના અભ્યાસને લાંબા ગાળે નુકસાન થઈ શકે છે.હવે તંત્ર દ્વારા આ રજૂઆત પર શું કાર્યવાહી કરવામાં આવે છે અને શાળામાં શિક્ષકોની ઘટ ક્યારે પૂરી કરવામાં આવે છે તેના પર સૌની નજર છે.