ફતેપુરાના લીમડીયા ગામે લોહીના સંબંધનો વિશ્ર્વાસ આપી વિશ્ર્વાસઘાત કર્યો

કાકાના નામ પર ભત્રીજાએ ગાડીની લોન કરાવી લોનના હપ્તા ના ભરી છેતરપિંડી કરી.

ફતેપુરા તાલુકાના લીમડીયા ગામના યુવકે લોહીના સંબંધનો વિશ્ર્વાસ આપી કાકાના નામ ઉપર મહિન્દ્રા થાર ફોરવીલ ગાડીની લોન કરાવી ફોરવીલ ગાડી લઈ દીધા બાદ લોન ના હપતા ન ભરી અને ગાડી પણના આપી કાકા સાથે વિશ્ર્વાસઘાત છેતરપિંડી કર્યાનું પોલીસ સૂત્રો દ્વારા સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર ફતેપુરા તાલુકાના ગામના માળી ફળિયામાં રહેતા રઘુવીરસિંહ ભરતભાઈ ગરાસીયાએ તારીખ ૨૫-૦૨-૨૦૨૫ નારોજ તેના ફળિયામાં જ રહેતા તેના કાકા ૪૮ વર્ષીય બાબુલાલ ગરાસીયાના નામ ઉપર જીજે.૨૦. સીએ.૪૩૬૦ નંબરની ‚પિયા ૧૮ લાખની કિંમતની મહિન્દ્રા થાર ફોરવીલ ગાડીની એચડીએફસી બેક્રની ‚પિયા ૧૩,૩૫, ૧૨૯/-ની લોન કરાવી થાર ગાડી ખરીદ કરાવી હતી અને ત્યારબાદ આજ દિન સુધી રઘુવિરસિંહ ભરતભાઈ ગરાસીયા એ તે ગાડીના લોનના હપ્તા સમયસર ન ભરતા બાબુલાલ કમજીભાઈ ગરાસીયાએ રઘુવીર સિંહ ગરાસીયા પાસે ગાડીની માગણી કરતા રઘુવિરસિંહે તેના કાકા બાબુલાલ ગરાસીયાને ગાડી પણ નહીં આપી વિશ્ર્વાસઘાત છેતરપિંડી કરી હતી.

આ સંબંધે લીમડીયા ગામના માળી ફળિયામાં રહેતા પોતાના ભત્રીજા રઘુવિરસિંહ ભરતભાઈ ગરાસીયા વિ‚દ્ધ બાબુલાલ કમજીભાઈ ગરાસીયાએ ફતેપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે લીમડીયા ગામના માલી ફળિયામાં રહેતા રઘુવીરસિંહ ભરતભાઈ ગરાસીયા વિ‚દ્ધ ભારતીય ન્યાય સંહિતા ૨૦૨૩ની કલમ ૩૧૬(૨)(૩), ૩૧૮(૪) મુજબ ખેતરપિંડી વિશ્ર્વાસઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.