
ઘોઘંબા તાલુકાના નાથપુરા ગામે ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત ખેડૂત જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ ભા. કૃ. અનુ. પ. ભારતીય મુદ્રા અને જળ સંરક્ષણ સંસ્થાન, અનુસંધાન કેન્દ્ર વાસદ દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમની શઆત દિપસિંહ જી. ડામોર દ્વારા કરવામાં આવી હતી. આ પ્રસંગે સંસ્થાના વૈજ્ઞાનિકો ડો. ડી. દિનેશ અને ડો. અક્રમ અહમદ, આણંદકુમાર, જીએસએફસી વડોદરાના રિસર્ચ મેનેજર ડો. સુરેશભાઈ અને ગામના સરપંચ વિનોદભાઈ રાઠવા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
વૈજ્ઞાનિકોએ નાથપુરા ગામના ખેડૂતોને સંતુલિત ખાતરનો ઉપયોગ, પાળાબંધી, સંકલિત પોષક તત્વો વ્યવસ્થાપન અને જમીન તથા જળ સંરક્ષણ માટેની સ્થાનિક સમસ્યાઓના ઉકેલ અંગે વિસ્તૃત માર્ગદર્શન પૂં પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ક્ષેત્ર પ્રદર્શન, મલચીંગ અને માટી તથા પાણી બચતની વિવિધ તકનીકોનું નિદર્શન પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે આનંદ કૃપા દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સુમંગલમ ફાઉન્ડેશન સંસ્થાના કાર્યકર્તા સંદીપભાઈ બારિયાએ ખેડૂત કલ્યાણ માટે આરોગ્ય અને ટકાઉ કૃષિ પ્રત્યે માહિતી આપી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.