ધાનપુર તાલુકા પંચાયત ચૂંટણી પૂર્વે રાજકીય તણાવ

આમ આદમી પાર્ટીના ઉમેદવારોની કાર પર હુમલો, વાસિયા ડુંગરી નજીક કાચ તોડી અફરાતફરી.

ધાનપુર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પહેલા રાજકીય માહોલ ગરમાયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારોની કાર પર અજાણ્યા તત્વોએ હુમલો કરતા વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ છે.

મળતી માહિતી મુજબ, વાસિયા ડુંગરી નજીક રસ્તા વચ્ચે ગાડીઓ અટકાવી હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરોએ કારના કાચ તોડી નાખતા સ્થળ પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ઘટનાને પગલે ઉમેદવારો અને સમર્થકોમાં રોષ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને અન્ય પુરાવાના આધારે તપાસ શ‚ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઘટનાએ તાલુકા પંચાયતની ચૂંટણી પૂર્વે રાજકીય વાતાવરણ વધુ ગરમાવી દીધું છે.