દાહોદ જીલ્લામાં ગણપતિ વિસર્જન નિમિત્તે ટ્રાફિક ડાયવર્ઝન જાહેર

આગામી તા. ૨૫ સપ્ટેમ્બર ૨૦૨૬ ના રોજ યોજાનાર ગણપતિ વિસર્જન દરમિયાન ટ્રાફિક વ્યવસ્થા અને કાયદો-વ્યવસ્થા જાળવવા માટે અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ જે. એમ. રાવલ દ્વારા ટ્રાફિક ડાયવર્ઝનનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

મુખ્ય ટ્રાફિક નિયમો:

એસ.ટી. બસો:

જેસાવાડા, ગરબાડા અને એમ.પી. તરફથી આવતી બસો પડાવ બજારમાં પ્રવેશી શકશે નહીં. આ બસો ગરબાડા ચોકડી, ગોધરા રોડ જકાતનાકા અને વનચેતના ત્રણ રસ્તા થઈ બસ સ્ટેશન પહોંચશે.

શહેરમાં વાહન પ્રવેશ પ્રતિબંધ:

મંડાવાવ સર્કલથી પડાવ સર્કલ, એમ.જી. રોડ, દોલતગંજ બજાર અને હનુમાન બજાર વિસ્તારમાં ખાનગી વાહનો, જીપ, ટેમ્પો અને છકડા માટે પ્રવેશ બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગો:

ગોધરા રોડ તરફથી આવતા વાહનો બિરસા મુંડા સર્કલ થઈ શિવાજી ચોક તરફ અને પડાવ તરફના વાહનો લક્ષ્મીનગર થઈ મંડાવાવ સર્કલ તરફ જઈ શકશે.

વિસર્જન યાત્રા:

એમ.જી. રોડ પર વિસર્જન યાત્રાનો પ્રવેશ બંધ રહેશે. શોભાયાત્રા માણેક ચોક અને જનતા ચોક થઈ કૃત્રિમ તળાવ પહોંચશે.

લીમખેડા-લીમડી:

ભારે વાહનો અને એસ.ટી. બસો મુખ્ય બજારમાં પ્રવેશી શકશે નહીં; તેઓ બાયપાસ અને હાઇવે રોડનો ઉપયોગ કરવાનો રહેશે.

અપવાદ અને કાયદાકીય નોંધ:

એમ્બ્યુલન્સ, દર્દી વાહનો, ફાયર બ્રિગેડ, પોલીસ અને સરકારી સેવાના વાહનોને આ નિયમોમાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામાના ભંગ બદલ ભારતીય ન્યાય સંહિતા કલમ-૨૨૩ અને ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૧૩૧ હેઠળ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.