દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસને શહેરના ગાંધી ચોક ખાતે મળેલી મોટી સફળતા

ટાટા કંપનીની ફોરવીલ ગાડીમાંથી ‚પિયા ૧૨.૭૦ લાખ ના અફીણના ઝીંડવાનું જથ્થો પકડ્યો.

રૂપિયા દસ લાખની ગાડી સહિત રૂપિયા ૨૨,૭૦,૮૦૦/-નો મુદ્દા માલ પોલીસે કબજે લીધો.

હાલમાં ચાલી રહેલા ગણેશોત્સવના બંદોબસ્તમા વ્યસ્ત દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ જણાતી ટાટા કંપનીની હેરિયર ફોરવીલ ગાડીનો પડાવ માંથી ફિલ્મી ઢબે પીછો કરતા ફોરવીલ ગાડીનો ચાલક તેના કબજાની હેરિયર ફોરવિલ ગાડી દાહોદ ગાંધી ચોકમાં મૂકીને નાસી જતા, પોલીસે ફોરવીલ ગાડી માંથી રૂપિયા ૧૨,૭૦,૮૦૦/-ની કિંમતનો ૮૪.૭૨૦ કિલોગ્રામ કુલ વજનના પ્રતિબંધિત એવા અફીણના જીંડવા (પોશ ડોડા) નો જથ્થો પકડી પાડી હતી, સાથે સાથે ચાર નંબર પ્લેટો ગાડીમાંથી પોલીસને મળી આવી હતી. આમ રૂપિયા ૧૦ લાખની કિંમતની ટાટા કંપનીની હેરિયર ફોરવીલ ગાડી મળી ‚પિયા ૨૨,૭૦, ૮૦૦/-નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ ફરાર થઈ ગયેલા સદર હેરિયર ફોરવીલ ગાડીના ચાલક વિરૂદ્ધ નાર્કોટિક્સનો ગુનો નોંધ્યો હોવાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ.- એ.આર.મુનિયા, ડી સ્ટાફના પોલીસ કર્મચારીઓની ટીમને સાથે લઈ ગત રાતે હાલમાં શહેરમાં ચાલી રહેલા ગણેશોત્સવ ના બંદોબસ્તમાં વ્યસ્ત હતા. તે દરમિયાન તેઓએ શંકાસ્પદ લાગતી જીજે-૦૯-બીએલ-૦૬૨૨ નંબરની ટાટા કંપનીની હેરિયર ફોરવીલ ગાડીનો દાહોદ પડાવમાંથી ફિલ્મી ઢબે પીછો કરતા હેરિયર ફોરવીલ ગાડીનો ચાલક તેના કબજાની હેરિયર ફોરવીલ ગાડી શહેરના ગાંધી ચોક માં મૂકે નાસી ગયો હતો. જે ગાડી દાહોદ ટાઉન એ ડિવિઝન પોલીસે કબજે લઈ ગાડીની તલાસી લઈ ગાડી માંથી ૮૪.૭૨૦ કીગ્રા કુલ વજનના રૂપિયા ૧૨,૭૦,૮૦૦/-ની કુલ કિંમતના પ્રતિબંધિત એવા અફીણના જીંડવા (પોશ ડોડા) ભરેલ થેલા નંગ-૪ પકડી પાડી, પ્રતિબંધિત એવા સદર અફીણના જીંડવા (પોશ ડોડા) ની હેરાફેરી માં ઉપયોગમાં લેવાયેલ રૂ પિયા ૧૦ લાખની કિંમતની ટાટા કંપનીની હેરિયર ફોરવીલ ગાડી મળી કુલ રૂપિયા ૨૨,૭૦,૮૦૦/- નો મુદ્દામાલ પકડી પાડી કબજે લઈ હેરિયર ફોરવીલ ગાડીના ચાલક વિ‚દ્ધ એનડીપીએસ એક્ટ ૧૫ (સી), ૨૨(સી) મુજબ નાર્કોટિક્સનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી તેની ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.