દાહોદ તાલુકાના ડોકી ખાતેથી સબજેલમાં બેરેક નં.-૬ ના પાછળના ભાગે ધાસની અંદર છુપાવી રાખેલ મોબાઈલ ફોન, સિગારેટ, બીડી, બુધાલાલ તંબાકુની પડીકીઓ મળી આવી હતી. જે બાબતે ત્રણ કેદી સામે દાહોદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી છે.
ડોકી ખાતે સબજેલમાં ફરજ બજાવતા મહેશભાઈ કલ્યાણભાઈ ડામોર પોતાના સહકર્મીઓ સાથે સબજેલમાં જનરલ રાઉન્ડ પર નીકળ્યા હતા. તે દરમિયાન યાર્ડ નં.-૨ ની બેરેક નં.-૬ માં રાખવામાં આવેલા કતવારાના ગણેશ તાનસિંગ ડામોર તથા સુરજ રમેશ કેશી તેમજ પરીક્ષિત રાજુભાઈ બલદાના એમ ત્રણેય જણાની હિલચાલ શંકાસ્પદ જણાતા તેઓએ બેરેક નં.-૬માં અંદરના ભાગે અને ત્યારબાદ પાછળના ભાગે જેલ કર્મીઓએ નોન લિનીયર જંકશન ડિટેકટ મશીનથી તપાસ કરતા ધાસની અંદર છુપાવી રાખેલા મોબાઈલ ફોન નંગ-૧, છુટી સિગારેટ, પતરાના ડબ્બામાં છુપાવી રાખેલ બીડી, તથા તંબાકુની પડીકી વગેરે મળી આવી હતી. ત્યારબાદ આ અંગે શંકાસ્પદ લાગતા ઉપરોકત ત્રણેય કેદીઓની કડકાઈથી પુછપરછ કરતા સુરજ રમેશ કેશી તથા પરીક્ષિત રાજુભાઈ બલદાનાના કહેવાથી સંતાડી રાખી હોવાની કબુલાત ગણેશ તાનસિંગ ડામોરે કરતા આ બાબતે જેલ કર્મી મહેશભાઈ કલ્યાણા ડામોેરે ત્રણેય કેદીઓ વિરુદ્ધ દાહોદ રલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.