
હાઈવે પર અવારનવાર થતા જીવલેણ અકસ્માતોને લઈ સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ ગંભીર સમસ્યા ના કાયમી ઉકેલ માટે પાલિકાના કાઉન્સિલરો અને સ્થાનિક રહીશોએ ભેગા મળી દાહોદ જિલ્લા કલેક્ટરને રૂબરૂ માં એક આવેદન પત્ર પાઠવ્યું હતું.નાના બાળકો અને વડીલોના જીવ જોખમમાં સ્થાનિકોના જણાવ્યા અનુસાર, હાઈવે ની આસપાસ મુસ્લિમ કબ્રસ્તાન અને હિન્દુ સ્મશાન આવેલી હોવાથી લોકો અને વડીલોને જીવના જોખમે હાઈવે ઓળંગવો પડે છે. હાઈવે ક્રોસ કરતી વખતે અથવા રોંગ સાઈડમાંથી ફૂલ સ્પીડે આવતા વાહનોના કારણે નિર્દોષ નાગરિકો સતત અકસ્માત નો ભોગ બની રહ્યા છે.સ્થાનિકો અને કાઉન્સિલરોની મુખ્ય માંગણીઓ સુરક્ષાના સાધનો હાઈવે પર તાત્કાલિક અસરથી સ્પીડ બ્રેકર અને મજબૂત બેરિકેટ લગાવવામાં આવે કાળી તળાઈ. મુવાલિયા ક્રોસિંગ. ગરબાડા ચોકડી. જે ચોક્કસ જગ્યાઓ પર વારંવાર અકસ્માતો થાય છે, તેને ‘બ્લેક સ્પોટ’ જાહેર કરી ત્યાં વિશેષ તકેદારી રાખવામાં આવે અકસ્માત પ્રભાવી વિસ્તારોમાં રાત્રિના સમયે પૂરતી સ્ટ્રીટ લાઈટો લગાવવામાં આવે વાહનોની અનિયંત્રિત ગતિ પર બ્રેક લગાવવા અને રાહદારીઓની સુવિધા માટે હાઈવેની બાજુમાં સંપાદિત કરેલી જમીન ઉપર તાત્કાલિક સર્વિસ રોડ તેમજ અંડરબ્રિજ બનાવવામાં આવે. ઉગ્ર આંદોલનની ચીમકી સ્થાનિક લોકોએ માંગ કરી છે કે જિલ્લા કલેક્ટર આ બાબતે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) ના અધિકારીઓ સાથે સંકલન સાધીને તાત્કાલિક કડક એક્શન લે. જો વહેલી તકે આ ભયજનક સમસ્યાનું યોગ્ય અને કાયમી સમાધાન નહીં આવે, તો આગામી દિવસોમાં સ્થાનિક જનતા દ્વારા ઉગ્ર આંદોલન કરવામાં ખાવડો તેવી ચીમકી પણ આપવામાં આવી છે