વડોદરા શહેરમાં આવેલ દાંડીયા બજાર સ્થિત સુપ્રસિદ્ધ ખાનકાહે આલિયા રિફાઈયા સ્થિત દરગાહમાં આરામ ફરમાવતા હઝરત સૈયદ ફખદ્દીન ગુલામ હુસેન અલ-માક અમીરમીયા રિફાઈ રદીઅલ્લાહો અહ્ ના ૧૮૬ મો વાર્ષિક આ ઉર્સ રીફાઈ ગાદીના ગાદીપતિ હઝરત સૈયદ શાહ કમાલુઉદ્દીન મઝલ્લા સાહેબની સજજ્જાદગીમાં અને ખાનકાહે આલિયા રિફાઈયાના સદર હઝરત સૈયદ મોઇનુદ્દીન ઉર્ફે નૈયરબાબા રિફાઈ તથા ખાનવાદા એ રીફાઈ ના મુબારક હાથોથી હજારોની મેદની વચ્ચે સંદલની વીધી સંપન્ન કરવામાં આવી હતી. દર વર્ષે વડોદરા દાંડીયા બજાર સ્થિત ખાનકાહ શરીફમાં પર ભવ્યાતિભવ્ય રીતે હર્ષોલ્લાસ સાથે ઉર્સ ઉજવણી થાય છે અને પરંપરાગત રીતે યોજાતા જૂલુસ માં સમગ્ર ગુજરાત સહિત પંચમહાલ જીલ્લાના ગોધરા કાલોલ શહેરા હાલોલ સહિત સમગ્ર ભારતના અનેક વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હિન્દુ અને મુસ્લીમ જાયરીનો (ભાવિકો) મોટી સંખ્યામાં જુલુસમાં જોડાયા હતા ત્યારબાદ ઈશાની નમાઝ પછી રાતીબે રિફાઈનો જલાલી જલસો યોજાયો હતો અને બીજે દિવસે અશરની નમાઝ પછી પેગંબર સાહેબના બાલ મુબારકની જ્યારત ઈશા ની નમાઝ અદા કરી મહેફીલે મીલાદ પછી મોડી રાત સુધી મેહફીલે શમ્મા ભારતના મશહૂર ફનકાર ઉપસ્થિતિમાં કવ્વાલી નુ કાર્યક્રમ યોજાયો હતો. આમ ત્રણ દિવસીય ઉર્ષની દબદબાભેર ઉજવણી સંપન્ન થઇ હતી.અત્રે ઉલ્લેખનીય આ ખાનકાહ શરીફમાં હિન્દુ અને મુસ્લિમની કોમી એકતાનું અને આસ્થાનું પ્રતિક હોવાથી ભક્તો અહીં આવીને દરગાહ પર ચાદર ચડાવી પોતાની મન્નતો (બાધા) આખરી પૂરી કરે છે.