
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી નજીક મોટા કાંટવા પાસે અંબાજી-મોડાસા-ગોધરા-છોટાઉદેપુર એકસપ્રેસ એસ.ટી.બસ મુસાફરોને લઈ પસાર થઇ રહી હતી. દરમિયાન બસ અચાનક રોડની સાઈડ પરથી નીચે ઉતરી જતાં અફરા તફરી સર્જાઈ હતી. સદ્નસીબે બસમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો. અને કોઈ મોટી જાનહાનિ થવા પામી ન હતી. બસ રોડની નીચે ઉતરી જતાં તેને બહાર કાઢવા માટે જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી. કલાકોની ભારે જહેમત બાદ બસને ફરી માગૃ પર લવાઈ હતી. બસને બહાર કાઢવાની કામગીરી દરમિયાન રોડ પર ભારે વાહનોની અવર જવર હોવાથી ટ્રાફિક જામ થયો હતો.