
છોટા ઉદેપુર પોલીસે ૨૯ ખોવાયેલા મોબાઈલ શોધીને તેમના માલિકોને પરત કર્યા છે. આ મોબાઈલની કુલ કિંમત ૫ લાખ પિયા છે. પોલીસે ’તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ આ કામગીરી કરી છે.
છોટા ઉદેપુર જીલ્લા સહિત દેશભરમાં મોબાઈલ ખોવાઈ જવા કે ચોરાઈ જવા જેવી ઘટનાઓ સામાન્ય બની ગઈ છે. આવા સમયે ખોવાયેલા મોબાઈલ શોધવા માટે પોલીસે ખાસ પ્રયાસો શ કર્યા છે.
પોલીસે ’તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત આવા મોબાઈલ અને અન્ય ગુમ થયેલી વસ્તુઓ શોધીને પરત કરવાની કામગીરી કરી રહી છે. આનાથી પોલીસ પ્રજાનો મિત્ર હોવાનું સાબિત થયું છે.
છોટા ઉદેપુર વિસ્તારના ૨૯ અરજદારોએ તેમના મોબાઈલ ખોવાયા અંગે અરજીઓ કરી હતી. પોલીસે ઈઊઈંછ પોર્ટલની મદદથી આ તમામ ૨૯ મોબાઈલ શોધી કાઢ્યા હતા.
પોલીસે આ તમામ મોબાઈલ તેમના મૂળ માલિકોને પરત સોંપી દીધા છે. આ કામગીરીથી અરજદારોમાં ખુશી જોવા મળી હતી.