
રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતેના ચકચારી રાજકુમાર જાટ શંકાસ્પદ મૃત્યુ કેસમાં ગણેશ જાડેજાનો નાર્કો એનાલિસિસ ટેસ્ટ કરાવવામાં આવશે. જો કે, હવે આ મામલે મોટા સમાચાર આવ્યા છે. ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર એફએસએલ ખાતે થશે. આથી, ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ લાવવામાં આવ્યા છે.એફએસએલ ખાતે ૪ દિવસ સુધી અલગ-અલગ પ્રાઇમરી ટેસ્ટ કરાશે. પ્રાઇમરી ટેસ્ટના રિપોર્ટના આધારે નાર્કો ટેસ્ટ અંગે નિર્ણય લેવાશે એવી માહિતી હાલ સામે આવી છે.
ગોંડલનાં બહુચચત રાજકુમાર જાટ શંકાસ્પદ મોત મામલે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ કરવા માટે અગાઉ કોર્ટમાં અરજી થઈ હતી. કેસની ગંભીરતા અને રહસ્યમય સંજોગોને યાનમાં રાખીને,એસઆઇટીને આ કેસની સાચી હકીક્તો જાણવા માટે આ ટેસ્ટ જરૂરી હોવાનું જણાયું હતું. કોર્ટમાં સુનાવણી દરમિયાન ગણેશ જાડેજાએ પણ નાર્કો ટેસ્ટ કરાવવા માટે પોતાની સહમતી આપી હતી. આથી, અદાલતે નાર્કો ટેસ્ટની મંજૂરીને ગ્રાહ્ય રાખી છે. જો કે, હવે એવી માહિતી સામે આવી છે કે ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલનો નાર્કો ટેસ્ટ ગાંધીનગર એફએસએલ ખાતે થશે.
માહિતી અનુસાર, ગણેશ ગોંડલને ગાંધીનગર એફએસએલ લાવવામાં આવ્યા છે. એફએસએલ ખાતે ૪ દિવસ સુધી અલગ-અલગ પ્રાઇમરી ટેસ્ટ કરાશે. પ્રાઇમરી ટેસ્ટનાં રિપોર્ટના આધારે નાર્કો ટેસ્ટ અંગે નિર્ણય લેવાશે. સૂત્રોનાં જણાવ્યાનુસાર, ગણેશ ગોંડલ વિરુદ્ધ કોઈ ઠોસ પુરાવા મળ્યા નથી. આથી, તપાસ અધિકારીઓને એવી આશા છે કે, ગણેશ ગોંડલનાં નાર્કો ટેસ્ટમાં કોઈ કડી મળી આવશે.