બ્રિજભૂષણ શરણ સિંહ જાતીય સતામણી કેસમાં દોષિત ઠરશે કે નિર્દોષ છૂટશે,ચુકાદો ૩ ઓગસ્ટે જાહેર કરવામાં આવશે

ભારતીય રેસિંલગ ફેડરેશનના ભૂતપૂર્વ વડા અને ભાજપ નેતા બ્રિજભૂષણ શરણસિંહ સામેના જાતીય સતામણીના આરોપો પર સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. આ પછી, દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો છે. કોર્ટ ૩ ઓગસ્ટે પોતાનો ચુકાદો આપશે. કોર્ટે બંને પક્ષોને બે અઠવાડિયામાં લેખિત દલીલો રજૂ કરવાનો નિર્દોષ આપ્યો છે. ન્યાયાધીશ અશ્ર્વિની પનવરે જણાવ્યું હતું કે દોષિત ઠેરવવા અથવા નિર્દૃોષ છૂટવાનો આદૃેશ ૩ ઓગસ્ટે જાહેર કરવામાં આવશે.

ભારતીય જનતા પાર્ટીના ભૂતપૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ િંસહ પર મહિલા કુસ્તીબાજો દ્વારા જાતીય સતામણીનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ કેસમાં, રાઉઝ એવન્યુ કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ, અશ્ર્વિની પનવરે, મહિલા કુસ્તીબાજો વતી સિનિયર એડવોકેટ રેબેકા જોન, બ્રિજભૂષણ વતી એડવોકેટ રાજીવ મોહન અને દિલ્હી સરકાર વતી સરકારી વકીલની દલીલો સાંભળી.

આ કેસ છ મહિલા કુસ્તીબાજો દ્વારા બ્રિજભૂષણ સિંહ સામે લગાવવામાં આવેલા જાતીય સતામણીના આરોપો સાથે સંબંધિત છે. તેમની ફરિયાદોના આધારે, પોલીસે તેમની સામે હ્લૈંઇ નોંધી હતી. ૧૫ જૂન, ૨૦૨૩ ના રોજ, પોલીસે સિંહવિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ (મહિલા પર તેની નમ્રતા ઠેસ પહોંચાડવાના ઇરાદૃાથી હુમલો કરવો), ૩૫૪છ (જાતીય સ્વભાવની ટિપ્પણી કરવી), ૩૫૪ડ્ઢ (પીછો કરવો) અને ૫૦૬(૧) (ગુનાહિત ધાકધમકી) હેઠળ ચાર્જશીટ દૃાખલ કરી હતી. ત્યારબાદ ૧૦ મે, ૨૦૨૪ ના રોજ ટ્રાયલ કોર્ટે પાંચ મહિલા કુસ્તીબાજોને હેરાન કરવા બદલ સિંહ સામે આરોપો ઘડ્યા. એવું માનવામાં આવ્યું હતું કે ભારતીય દંડ સંહિતાની કલમ ૩૫૪ અને ૩૫૪છ હેઠળ ગુનાઓ માટે સિંહ સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા રેકોર્ડ પર છે. કોર્ટે એમ પણ ઠરાવ્યું હતું કે બે કુસ્તીબાજોના સંબંધમાં ભારતીય દૃંડ સંહિતાની કલમ ૫૦૬(૧) (ગુનાહિત ધાકધમકી) હેઠળ િંસહ સામે આરોપો ઘડવા માટે પૂરતા પુરાવા છે.

કોર્ટે સહ-આરોપી વિનોદ તોમર, ભૂતપૂર્વ ડબ્લ્યુએફઆઇ સહાયક સચિવ પર પણ પીડિતોમાંથી એકને ધમકી આપવા બદલ ફોજદારી ધાકધમકીનો આરોપ મૂક્યો હતો. એક સગીર કુસ્તીએ પણ સિંહ સામે આરોપો દાખલ કર્યા હતા. જોકે, બાદમાં તેણીએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી. દિલ્હી પોલીસે પોસ્કો એક્ટ હેઠળ તે કેસમાં રદ કરવાનો અહેવાલ દાખલ કર્યો હતો, જેના પગલે કેસ બંધ કરવામાં આવ્યો હતો.