
અમેરિકાથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. નડિયાદના સુથાર પરિવારના ત્રણ લોકોના મોત અમેરિકામાં થયાં છે. એક સાથે પરિવારના ત્રણ લોકોના મોત થતાં સુથાર પરિવાર પર આભ ફાટી પડ્યું છે. અમેરિકાના વુસ્ટરમાં આવેલી ઈકોના લોજમાં ત્રણ લોકોના આગ લાગવાને કારણે મોત થયા છે. આ દુર્ઘટનામાં માતા-પિતા અને પુત્રીનું મોત થયું છે.
પ્રાપ્ત વિગત અનુસાર મૂળ નડિયાદના અને હાલ અમેરિકામાં રહેતા હિતેશભાઈ સુથાર, તેમના પત્ની હિનાબેન અને પુત્રી ઈશાનીનું આગ લાગવાને કારણે મોત થયું છે. ત્રણેય લોકો અમેરિકાના વુસ્ટરમાં રહેતા હતાં. ત્યાં એક લોજમાં અચાનક આગ લાગતાં ત્રણેયે જીવ ગુમાવ્યા છે.
અમેરિકામાં રહી મોટલમાં કામ કરતા ત્રણ લોકોના મોતના સમાચાર મળતા પરિવારમાં શોકની લહેર છવાઈ છે. નડિયાદમાં રહેતા પરિવારજનો પર આભ તૂટી પડ્યું છે. આ ત્રણેય લોકો વુસ્ડરમાં આવેલા મોટેલમાં રહેતા હતા. આગ લાગવાને કારણે ત્રણેય લોકોના મોત થયા છે.