ધો-૧૦ની મુખ્ય પરીક્ષા બાદ પૂરક પરીક્ષામાં પણ નાપાસ થતા વિદ્યાર્થીનો આપઘાત

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના હાથિયા ગામે વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. ધોરણ ૧૦ના વિદ્યાર્થીએ પરીક્ષામાં ફરી નાપાસ થવાથી કરી આત્મહત્યા કરી લીધી છે. ધોરણ ૧૦ની પૂરક પરીક્ષામાં નાપાસ થવાથી આ વિદ્યાર્થીએ ઘરે ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. હાલ તેનો મૃતદેહ પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે, ત્યારે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વલીઓ માટે આ ચેતવણી રૂપ કિસ્સો સામે આવતા સમગ્ર પંથકમાં શોકનો માહોલ છવાયો છે.

મળતી માહિતી મુજબ, અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના હાથિયા ગામે વિદ્યાર્થી મિત રામણલાલ ડામોરે ગત માર્ચ મહિનામાં ધોરણ ૧૦ની બોર્ડની પરીક્ષા આપી હતી. જેમાં મિત નાપાસ થતા તેણે તાજેતરમાં ધોરણ ૧૦ની પુરક પરીક્ષા આપી હતી. જાકે કમનસિબે આ પુરક પરીક્ષામાં પણ મિત નાસાપ થવાને કારણે તેણે આ અંતિમ પગલું ભરી મોતને વહાલું કર્યું છે. જેના કારણે તેના મિત્ર વર્તૂળ તથા પરિવારમાં મોતનો માતમ છવાયો છે.

વારંવાર પરીક્ષામાં નાપાસ થવાથી હતાશ થઈ મિતે આજે ૨જી જુલાઈએ સવારે પોતાના ઘરમાં ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. આજે સવારે પરિવારના બધા સભ્યો ઘરની બહાર હતા, ત્યારે વિદ્યાર્થીએ આ આત્મધાતી પગલું ભર્યું છે. પરિજનોએ જ્યારે ઘરનો દરવાજા ખોલી જાયું ત્યારે મિત ગળે ફાંસો ખાધેલી લટકેલી હાલતમાં મળી આવ્યો હતો. જે દ્રશ્ય જાઈ સ્વજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.

બાદમાં સમગ્ર મામલે પોલીસને જાણ થતા ઘટનાને લઈ ભિલોડા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વિદ્યાર્થી મિત ડામોરનો મૃતદેહ પીએમ અર્થે સબ ડિયાટ્રિકટ હોસ્પિટલ ખસેડી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ત્યારે પોલીસે પણ પરિવારજનો તથા તેના મિત્રોના નિવેદનને નોંધવાની પ્રક્રિયા હાથ ધરી છે. ધોરણ ૧૦ની પૂરક પરીક્ષામાં ફરી નાપાસ થવાથી કરી આત્મહત્યા કરી હોવાની વાતને આધારે પોલીસને આ મામલે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. જાકે ખરેખર પરીક્ષામાં ફેલ થવાથી નાશીપાસ થઈને મિતે આત્મહત્યા કરી છે કે પછી તેના મોતનું કારણ બીજું કોઈ છે એ બાદમાં પોલીસ તપાસમાં સામે આવશે.

નોંધનીય છે કે, મહેસાણામાં પણ સાતમાં ધોરણની વિદ્યાર્થીએ આત્મહત્યા કરી હોવાની ગોઝારી ઘટના સામે આવી છે. મહેસાણા શહેરના શિવકૃપા સોસાયટીમાં રહેતી ધોરણ સાતમાં અભ્યાસ કરતી કિશોરીએ બાજુમાં આવેલી પંડિત દીનદયાળ નગર આવાસ યોજનાની બિલ્ડીંગ પરથી મોતની છલાંગ લગાવી જીવન ટૂંકાવ્યા છે. આ અંગેની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી તપાસ હાથ ધરી છે. જાકે કિશોરીએ આટલી નાની ઉંમરમાં કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે હજુ સુધી જાણી શકાયું નથી. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે. ત્યારે આટલી નાની ઉંમરે અભ્યાસ કરતા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ આ રીતે જીવન ટુંકાવ્યું હોવાના કિસ્સા સામે આવતા ગુજરાતમાં હડકંપ મચ્યો છે.