બે કલાકમાં ૪ ઈંચ વરસાદથી જુનાગઢનું માંગરોળ પાણી જ પાણી થઇ ગયું ,કેશોદ અને માળિયા પણ જળબંબાકાર

૩ ઇંચ વરસાદમાં જ નવસારી પાણી-પાણી, ૬ રસ્તા બંધ થતા વાહન ચાલક અટવાયા

ગુજરાતભરમાં ચોમાસાનો અસલી મિજાજ જાવા મળી રહ્યો છે અને મેઘરાજા મુશળધાર વરસી રહ્યા છે. આજે ૨ જુલાઈ ૨૦૨૬ના રોજ અત્યારે ૨.૩૦ વાગ્યા સુધીમાં રાજ્યના ૬૧ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આજના દિવસમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં ખાબક્યો છે, જ્યાં માત્ર બે જ કલાકના ટૂંકા સમયગાળામાં ૪ ઈંચ (૧૦૧ એમએમ) જેટલો અનરાધાર વરસાદ તૂટી પડતા સર્વત્ર પાણી-પાણી થઈ ગયું છે.

જૂનાગઢના માંગરોળમાં મેઘરાજાએ રીતસરની ધબધબાટી બોલાવી દીધી છે. આજે ૨જી જુલાઈએ બપોરે બે વાગ્યા સુધીની ગણતરીમાં છેલ્લા ૩૬ કલાકમાં અહીં ૯ ઈંચથી વધુ ભારે વરસાદ નોંધાયો છે, જેમાં સવારે ૧૦થી ૧૨ વાગ્યા સુધીની બે કલાકમાં ૪ ઈંચ વરસાદે સ્થાનિકોની મુશ્કેલી વધારી છે. ભારે વરસાદના કારણે માંગરોળ શહેરના મુખ્ય રસ્તાઓ પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે અને નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે.

માંગરોળની જેમ જ જૂનાગઢના કેશોદમાં પણ પ્રકૃતિનો અનરાધાર પ્રકોપ જાવા મળ્યો છે. કેશોદમાં પણ છેલ્લા ૨૪ કલાકમાં ૯ ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. આ ભારે વરસાદના કારણે કેશોદના કેવદ્રા ગામમાં નદી-નાળા પૂરના પાણીથી વહેતા થયા છે. જા કે, આ લાંબા સમયની પ્રતીક્ષા બાદ થયેલી વાવણીલાયક મેઘમહેરથી સ્થાનિક ખેડૂતોમાં ભારે ખુશખુશાલ માહોલ જાવા મળી રહ્યો છે.

સૌરાષ્ટ્રમાં આ વર્ષે ચોમાસાની શરૂઆત જ અત્યંત સાંબેલાધાર થઈ છે. કેશોદ અને માંગરોળ બંને પંથકમાં ૯-૯ ઈંચ વરસાદના કારણે કેશોદ-માંગરોળ હાઈવે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો છે. ખાસ કરીને વલ્લભગઢ પાટિયા નજીકનો મુખ્ય માર્ગ જળમગ્ન થઈ જતાં વાહન વ્યવહાર પર ખૂબ જ ગંભીર અસર પડી છે અને વાહનોની લાંબી લાઈનો જાવા મળી રહી છે.

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં જાણે છોતરાફાડ ચોમાસું જામ્યું હોય તેવી સ્થિતિ છે. ગીર સોમનાથના સુત્રાપાડામાં ૧૨ કલાકમાં ૮ ઈંચ અને જૂનાગઢના માળિયામાં પણ ૨૪ કલાકમાં ૯ ઈંચ જેટલો ભારે વરસાદ નોંધાયો છે. આમ, દક્ષિણ સૌરાષ્ટ્રના માંગરોળ, કેશોદ, માળિયા અને સુત્રાપાડા જેવા વિસ્તારોમાં મેઘરાજાએ ચોમાસાના પ્રારંભે જ જળબંબાકારની સ્થિતિ પેદા કરી દીધી છે.

ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં ધોધમાર વરસાદ બાદ સ્થાનિક વિસ્તારોમાં ભારે નુકસાનીની આશંકા છે. અહીં માત્ર ત્રણ કલાકમાં જ આશરે ૪ ઈંચ વરસાદ ખાબકતા અને છેલ્લા ૨૪ કલાકમાં કુલ ૬ ઈંચ વરસાદના કારણે સુત્રાપાડા શહેર તેમજ તેની આસપાસના ગ્રામ્ય અને વાડી વિસ્તારોના નીચાણવાળા ખેતરો પાણીથી સંપૂર્ણપણે છલકાઈ ગયા છે અને બેટમાં ફેરવાઈ ગયા છે.

બીજી તરફ, દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં પણ વિરામ બાદ ફરી એકવાર વરસાદી ઇનિંગ શરૂ થઈ છે. જિલ્લાના ગણદેવી, ચીખલી અને વાંસદા તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. થોડા કલાકોના વિરામ બાદ શરૂ થયેલા આ આક્રમક વરસાદને પગલે હવામાન વિભાગ દ્વારા નવસારી જિલ્લા માટે ખાસ એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓની વાત કરીએ તો, રાજકોટ જિલ્લામાં પણ મેઘરાજા બરાબરના જામ્યા છે, જેમાં ઉપલેટા પંથક અને ભાયાવદરમાં ધોધમાર વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર છે. આ સિવાય જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં પણ મેઘસવારી પહોંચી ગઈ છે અને સુરેન્દ્રનગરના મૂળી તાલુકાના ભાડુકા અને આસપાસના ગામોમાં લાંબા સમય બાદ મેઘરાજા પધારતા કપાસના આગોતરા વાવેતરને મોટો ફાયદો થયો છે અને લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી છે.

જાકે, આ પ્રથમ વરસાદે જ તંત્રની પોલ પણ ખોલી નાખી છે. વડોદરા અને જૂનાગઢ સહિતના મોટા શહેરો પહેલા જ વરસાદમાં ‘ખાડા નગરી’ બની ગયા છે. ગટર અને તૂટેલા રસ્તાની અનેક સમસ્યાઓ સામે આવતા મહાનગરપાલિકાઓની પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ ધોવાઈ ગયા છે. અનેક જગ્યાએ વાહનચાલકો અને સામાન્ય લોકો રસ્તા પરના મસમોટા ખાડાઓમાં પટકાતા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે, જેનાથી જનતામાં ભારે રોષ છે.

જયારે નવસારી જિલ્લામાં ધીમી ધારનો અવિરત વરસાદ ક્યાંક રાહત તો ક્યાંક મુશ્કેલી લઇને આવ્યો છે. જિલ્લામાં મોડી રાતથી વરસી રહેલા ધીમી ધારના વાવણી લાયક વરસાદને પહલે ડાંગરની ખેતી કરતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જાવા મળી રહ્યો છે. બીજી તરફ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લા પંચાયત હસ્તકના ૬ જેટલા ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળતાં વાહનવ્યવહારને વ્યાપક અસર પહોંચી છે જેને કારણે સ્થાનિકો અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.

નવસારી જિલ્લામાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. ગણદેવીમાં સૌથી વધુ ૭૭ મિમી (૩.૨૦ ઈંચ), નવસારીમાં ૭૪ મિમી (૩.૦૮ ઈંચ), ખેરગામમાં ૭૩ મિમી (૩.૦૪ ઈંચ), વાંસદામાં ૬૭ મિમી (૨.૭૯ ઈંચ), જલાલપોરમાં ૬૬ મિમી (૨.૭૫ ઈંચ) અને ચીખલીમાં ૫૬ મિમી (૨.૩૩ ઈંચ) વરસાદ નોંધાયો છે.

જાકે, સતત વરસાદના કારણે જનજીવન પર પણ અસર જાવા મળી રહી છે. જિલ્લામાં તેમજ ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે પંચાયત હસ્તકના ૬ રસ્તાઓ પર પાણીનું ઓવરટોપિંગ થતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. સરોણા–સદલપુર રોડ, ખડસુપા–ઉન રોડ, પારડી–સદલાવ રોડ તેમજ સુપા–પેરા–કુચેદ રોડ સહિતના માર્ગો પર કોઝવે અને સ્લેબ ડ્રેઈન ઉપર પાણી ફરી વળતાં રસ્તાઓને તાત્કાલિક બંધ કરવામાં આવ્યા છે.

નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા અને રસ્તાઓ બંધ થતાં સ્થાનિકો તથા વાહનચાલકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશાસને લોકોને સાવચેતી રાખવા અને બંધ રસ્તાઓ પર અવરજવર ન કરવાની અપીલ કરી છે. નવસારીમાં વાવણીલાયક વરસાદે સમગ્ર જિલ્લામાં ઠંડક પ્રસરી ગઇ છે જ્યારે ડાંગરની ખેતી કરતા ખેડૂતોમાં નવી આશા જગાવી છે. વરસાદને પગલે અનેક વિસ્તારોમાં ખેતરો લીલાછમ બન્યા છે અને ખેડૂતો ફરીથી ધરૂની રોપણીના કામમાં જાતરાઈ ગયા છે.

નવસારી તાલુકાના સદલાવ ગામના ખેડૂત પિનાકીન પટેલે જણાવ્યું કે લાંબા સમયથી વરસાદની રાહ જાવાઈ રહી હતી, પરંતુ છેલ્લા બે-ત્રણ દિવસથી થયેલો સારો વરસાદ ખેતી માટે ખૂબ જ અનુકૂળ રહ્યો છે. આ વરસાદને કારણે હવે ખેડૂતો ડાંગરની ફેર રોપણીમાં વ્યસ્ત બન્યા છે અને જા આગામી દિવસોમાં પણ આવો જ માફ