બોડેલી નગરમાં રાત્રિના સમયે નાગરિકોને અજવાળાની પુરતી સુવિધા મળી રહે તે હેતુસર નગરપાલિકા દ્વારા .૫૯ લાખથી વધુના માતબર ખર્ચે બેસાડવામાં આવેલી એલઈડી સ્ટ્રીટ લાઈટો લોકાર્પણના માત્ર એક જ અઠવાડિયામાં વિવાદના વંટોળે ચઢી છે. સંખેડાના ધારાસભ્ય અભેસિંગ તડવીના હસ્તે ઉત્સાહભેર લોકાર્પણ થયા બાદ, ડભોઈ રોડ પર આવેલ પેટ્રોલપંપની સામે એક તરફથી એલઈડી લાઈટો બંધ થઈ જતાં સ્થાનિક તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠી રહ્યા છે.
બોડેલી નગરમાં પ્રજાની સુખાકારી અને સલામતી માટે વિવિધ સોસાયટીઓ તેમજ બોડેલી-ડભોઈ મુખ્ય માર્ગ સહિતના વિસ્તારોમાં આધુનિક એલઈડી સ્ટ્રીટલાઈટો નાંખવાનો પ્રોજેકટ હાથ ધરાયો હતો. આ પ્રોજેકટ અંતર્ગત રૂ.૫૯ લાખના ખર્ચે આશરે ૧૩૦ જેટલા સ્ટ્રીટલાઈટના થાંભલા ઉભા કરાયા હતા. લાઈટો ફિટ કરાઈ હતી. આટલી મોટી માતબર રકમ ખર્ચાયા બાદ થોડા જ દિવસોમાં ડભોઈ રોડ જેવા વ્યસ્ત માર્ગ પર એક જ સાઈડની લાઈટો બંધ થઈ જતાં રાત્રે અવર જવર કરતા વાહનચાલકો અને રાહદારીઓ ભારે મુંઝવણ અને મુશ્કેલીમાં મુકાયા છે. આ યોજના અંતર્ગત થયેલા ખર્ચને લઈને નગરમાં જોરશોરથી ચર્ચાઓ શ થઈ છે.