
ભારતે ૨૦ થી ૨૨ નવેમ્બર દરમિયાન દિલ્હીમાં યોજાનારી ‘સંસ્કૃતિ સંવાદ મંચ’માં પાકિસ્તાન સહિત તમામ ૧૦ શાંઘાઈ સહયોગ સંગઠન સભ્ય દેશોને આમંત્રણ આપ્યું છે. તેથી, પાકિસ્તાનને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. અહેવાલો અનુસાર, પાકિસ્તાનના રાષ્ટ્રીય વારસો અને સંસ્કૃતિ મંત્રી, ઔરંગઝેબ ખાન ખીચીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ૨૦ થી ૨૨ નવેમ્બર સુધી નવી દિલ્હીમાં યોજાશે. આ પહેલનો હેતુ સાંસ્કૃતિક સંબંધો અને પરસ્પર સમજણને મજબૂત બનાવવાનો છે.અધિકારીઓએ જણાવ્યું કે આ સંવાદમાં બધા સભ્યોને આમંત્રણ આપવામાં આવ્યું છે. તેમણે સ્પષ્ટ કર્યું કે આ બહુપક્ષીય પહેલનો પાકિસ્તાન સાથેના દ્વિપક્ષીય સંબંધો સાથે કોઈ સંબંધ નથી અને તેને વ્યાપક સંદર્ભમાં જાવી જાઈએ. અગાઉ ૨૦ ઓક્ટોબરે, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે જાહેરાત કરી હતી કે ભારત આ વર્ષના અંતમાં પ્રથમ શાંઘાઈ સહયોગ સંગઠન સભ્યતા સંવાદ મંચનું આયોજન કરશે.
સંસ્કૃતિ મંત્રાલય અને વિદેશ મંત્રાલય દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ એસસીઓ કાર્યક્રમ માટે પાકિસ્તાનને આ આમંત્રણ ઓપરેશન સિંદૂરના લગભગ ૧૮ મહિના પછી આવ્યું છે. આ ચાર દિવસીય લશ્કરી કાર્યવાહી પહેલગામ આતંકવાદી હુમલા બાદ શરૂ કરવામાં આવી હતી, જેમાં ૨૬ લોકો માર્યા ગયા હતા. ૭ મેના રોજ વહેલી સવારે શરૂ થયેલા ઓપરેશન અને ૧૦ મેના રોજ સાંજે અમલમાં આવેલા યુદ્ધવિરામ વચ્ચે, ભારતીય દળોએ પાકિસ્તાન અને પીઓકેમાં નવ આતંકવાદી છાવણીઓ પર બોમ્બમારો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા ૧૦૦ આતંકવાદીઓ માર્યા ગયા હતા. ભારતીય વાયુસેનાએ ૧૩ પાકિસ્તાની એરબેઝ અને લશ્કરી સ્થાપનોને પણ નિશાન બનાવ્યા હતા.
આ ઘટનાક્રમ એવા સમયે આવ્યો છે જ્યારે પાકિસ્તાને ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ ના રોજ સત્તાવાર રીતે એસસીઓ (શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન) કાઉન્સિલ ઓફ હેડ્સ ઓફ સ્ટેટનું ૨૦૨૬-૨૦૨૭ કાર્યકાળ માટે રોટેશનલ ચેરમેનશિપ સંભાળી હતી. બિશ્કેકમાં એસસીઓ સમિટ બાદ, પાકિસ્તાને કિર્ગિસ્તાન પાસેથી આ જવાબદારી સંભાળી. હાલમાં,એસસીઓમાં ૧૦ સભ્ય દેશોનો સમાવેશ થાય છેઃ બેલારુસ, ચીન, ભારત, ઈરાન, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, પાકિસ્તાન, રશિયા, તાજિકિસ્તાન અને ઉઝબેકિસ્તાન. ભારત ૨૦૧૭ માં સંગઠનનું પૂર્ણ સભ્ય બન્યું.અગાઉ,એસસીઓ સમિટમાં, ભારતે આતંકવાદને સમર્થન આપવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. ૨૦ ઓક્ટોબરના રોજ તાજિકિસ્તાનના દુશાંબેમાં યોજાયેલી એસસીઓ કાઉÂન્સલ ઓફ હેડ્સ ઓફ ગવર્નમેન્ટની ૨૫મી બેઠકમાં, સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે આતંકવાદને નાબૂદ કરવા માટે સંયુક્ત કાર્યવાહી કરવાની હાકલ કરી હતી. તેમણે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે આતંકવાદના દુષ્ટ કાર્યને કોઈ વાજબી ઠેરવી શકાય નહીં અને તેની સાથે વ્યવહાર કરવામાં કોઈ “બેવડા ધોરણો” ન હોવા જાઈએ. તેમણે આ નિવેદન પાકિસ્તાનના નાયબ વડા પ્રધાન અને સંરક્ષણ પ્રધાન ઇશાક ડારની હાજરીમાં આપ્યું હતું.