ઇન્દોર-દાહોદ નવી રેલવે લાઇનની નિર્માણાધીન ટનલમાં ટાવર વેગન દોડાવી સફળ નિરીક્ષણ

૨,૯૫૭ મીટર લાંબી ટનલનું કામ અંતિમ તબક્કામાં, ટિહી-ધાર રેલવે ખંડમાં બાંધકામની કામગીરી તેજ ગતિએ આગળ વધી.

ઈન્દોર-દાહોદ નવી રેલવે લાઇન પર ચાલી રહેલા બાંધકામ કાર્ય અંતર્ગત ટિહી-ધાર રેલવે ખંડમાં આવેલી ૨,૯૫૭ મીટર લાંબી નિર્માણાધીન ટનલમાં રેલવે ટ્રેકની લિકિંગ પૂર્ણ થયા બાદ ૨૬ ઓક્ટોબરના રોજ ટાવર વેગન દોડાવી સફળતાપૂર્વક નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ટનલના બંને છેડે રેલવે ટ્રેકને જોડવાની કામગીરી પૂર્ણ થયા બાદ ટિહી તરફના પી-૧ છેડેથી ટાવર વેગનને ટનલમાં પ્રવેશ કરાવી પિથમપુર તરફના પી-૨ છેડા સુધી લઈ જવામાં આવ્યું હતું. આ સફળતા મહત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટની કામગીરીમાં એકનોંધપાત્ર સીમાચિહ્ન‚પ બની છે.

પશ્ચિમ રેલવેના રતલામ મંડળના જનસંપર્ક અધિકારી મુકેશ કુમાર દ્વારા જારી કરવામાં આવેલી અખબારી યાદી અનુસાર, મુખ્ય ઇજનેર (બાંધકામ), ચર્ચગેટ, ધીરજ કુમારના માર્ગદર્શન હેઠળ ટિહીથી ધાર સુધીના આશરે ૪૭કિલોમીટર લાંબા રેલવે ખંડમાં બાંધકામની કામગીરી અંતિમ તબક્કામાં પહોંચી છે. આ ખંડની મહત્વપૂર્ણ કડી સમાન ૨,૯૫૭મીટર લાંબી ટનલનું કામ પણ પૂર્ણતાની નજીક છે.ટનલની અંદર બેલાસ્ટલેસ ટ્રેકનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે, જયારે વીજળીકરણ અને સિગ્નલિંગ સિસ્ટમ સંબંધિત કામગીરી પણ અંતિમ તબક્કામાં છે. ટનલના બંને છેડે રેલવે ટ્રેકની લિંકિંગ પૂર્ણ થયા બાદ ૨૯ ઓક્ટોબરના રોજ મુખ્ય ઈજનેર ધીરજ કુમારની ઉપસ્થિતિમાં ટાવર વેગન દોડાવી ટનલની અંદર સ્થાપિત રેલવે ટ્રેક તેમજ સંબંધિત રેલવે માળખાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ઇન્દોર-દાહોદ નવી રેલવે લાઇન પ્રોજેક્ટમાં ટિહીધાર રેલવે ખંડની આ ટનલનું નિર્માણ ટેકનિકલ દૃષ્ટિએ અત્યંત મહત્ત્વપૂર્ણ છે. ટનલમાં ટ્રેક લિંકિંગ અને ટાવર વેગનનું સફળ સંચાલન પ્રોજેક્ટની પ્રગતિ દર્શાવે છે. આ કામગીરી પૂર્ણ થવાથી પ્રોજેક્ટનાં બાકી રહેલાં કાર્યોને આગળ વધારવામાં મહત્ત્વપૂર્ણ મદદ મળશે.

આ પ્રસંગે નાયબ મુખ્ય ઇજનેર (બાંધકામ) અંકુર સિંહ સહિત બાંધકામ અને વીજળીકરણ વિભાગના અન્ય અધિકારીઓ તથા સુપરવાઈઝરો ઉપસ્થિત રહ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, દાહોદ ઇન્દોર રેલ લાઈન ઉપર ચીફ રેલવે સેફટી કમિશનર દ્વારા એક ટ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ ધારથી પ્રીતમપુર સુધી લાઈન ચેક કરવામાં આવશે ત્યારબાદ ઇન્દોર થી ઘાર સુધીની રેલલાઈન શ‚ કરાશે અને ત્યાર બાદ તબક્કાવાર દાહોદ થી ઇન્દોર સુધીની ટ્રેન શ‚ થશે તેની રાહ જોઈ રહી છે