
સંખેડા તાલુકાના ચંદાનગરથી હરેશ્ર્વર જતી નર્મદાની માઇનોર કેનાલની કામગીરીમાં વ્યાપક અનિયમિતતાઓ અને હલકી કક્ષાનું કામ થઈ રહ્યું હોવાના ગંભીર આક્ષેપો સાથે ખેડૂત આલમમાં ભારે રોષ ફેલાયો છે. ગુણવત્તા વગરના આ બાંધકામને લઈને ખેડૂતોએ ઉચ્ચસ્તરીય તપાસની માંગ કરી છે.
ચંદાનગર-હરેશ્ર્વર વિસ્તારમાં ચાલતી માઇનોર કેનાલની લાઇનિંગની કામગીરીમાં ગંભીર છબરડા સામે આવ્યા છે. કેનાલની દીવાલોમાં અત્યારથી જ તિરાડો પડવા લાગી છે. એટલું જ નહીં, તિરાડો ઉપર માત્ર લીપાપોતી કરીને તે છુપાવવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ ધ્યાને આવ્યું છે. કેનાલનું પ્લાસ્ટર માત્ર આંગળીના ટેરવેથી પણ ઉખડી જાય તેટલું નબળું છે.
આ કેનાલની બાજુમાં જ ખેડૂતો માટે ઢાળિયા કેનાલ’ આવેલી હતી, જેમાંથી વિસ્તારના ખેડૂતો સિંચાઈનું પાણી મેળવતા હતા. હાલ સિંચાઈ માટે પાણીની જર છે, ત્યારે કેનાલ તોડી પડાતાં સિંચાઇનું સંકટ ઊભું થયું છે. અને ખેડૂતો મુશ્કેલીમાં મૂકાયા છે.
વોટર ક્યોંરિંગ પણ પૂરતું નહીં સામાન્ય રીતે સિમેન્ટ-રેતીથી થતી કામગીરીમાં વોટર ક્યોંરિંગ થવું જરી હોય છે. પણ અહીંયા કેનાલના કામમાં પૂરતું વોટર ક્યોંરિંગ કરાયું નથી. તેને કારણે સિમેન્ટ-રેતીનું કામ થોડા સમયમાં તકલાદી બની જાય છે. આ કેનાલની મુલાકાત દરમિયાન સામાન્ય પાણી જ કેનાલમાં જોવા મળ્યું હતું.
અધિકારીઓ, સ્થાનિક ધારાસભ્ય તેમજ જીલ્લા કલેકટરને મૌખિક રજૂઆત કરાઈ માઇનોર કેનાલનું કામ તકલાદી અને નબળી ગુણવત્તાનું થઈ રહ્યું છે. આ અંગે બહાદરપુર સ્થિત નર્મદા કેનાલની ઓફિસના સંબંધિત અધિકારીઓ, સ્થાનિક ધારાસભ્ય તેમજ જીલ્લા કલેકટરને મૌખિક રજૂઆત કરવામાં આવી છે, તેમજ કામ કરતા કોન્ટ્રાકટરને પણ જાણ કરવામાં આવી છે. ઢાળિયા કેનાલ જે અમારા માટે આશીર્વાદપ હતી એ પણ તોડી નંખાઈ છે. અત્યારે પાણીની જર છે. હવે શું કરવું? :- વિપુલ પટેલ, ખેડૂત…