વહેલી સવારે દાહોદ થી ગોધરા તરફ જતા હાઈવે પર દેવગઢ બારીયાના સાલિયા ગામે વણઝારા હોટલની સામે પૂરપાટ દોડી આવતી સ્વીફ્ટ ફોરવીલ ગાડીએ એક મોટર સાયકલને અડફેટમાં લેતા સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં મોટર સાયકલ ચાલક ૬૩ વર્ષીય વૃદ્ધને ગંભીર જીવલેણ ઇજાઓ પ્રાપ્ત થતા તેનું સારવાર દરમિયાન મોત નીપજયાનું જાણવા મળ્યું છે.
મળેલ વિગત અનુસાર એક જૈકં ફોરવીલ ગાડીનો ચાલક તેના કબજાની જીજે -૦૬-એચએસ- ૪૨૪૨ નંબરની જૈકં ફોરવીલ ગાડી તારીખ ૨૫-૧૦-૨૦૨૬ ના રોજ વહેલી સવારના છ વાગ્યાના સુમારે પૂર ઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી લાવી સામેથી આવતી જીજે-૦૧-એફબી-૫૬૪૧ નંબરની મોટર સાયકલને લેતા મોટર સાયકલ ચાલક ભથવાડા ગામના પટેલ ટેકરા ફળિયાના ૬૩ વર્ષીય બુધસિંહ પ્રતાપસિંહ પટેલ મોટર સાયકલ પરથી નીચે પટકાતાં તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઇજાઓ થતાં તેઓને સારવાર માટે દેવગઢબારિયા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યાં હતાં જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ સંબંધે મરણજનાર બુધસિંહ પ્રતાપસિંહ પટેલ ના દીકરા છત્રસિંહ બુધસિંહ પટેલે પીપલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે સ્વીફટ ફોરવીલ ગાડીના ચાલક વિદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.