ગુજરાત સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા આયોજીત અને જીલ્લા રમત ગમત અધિકારી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર,પંચમહાલ સંચાલીત સિનીયર સીટીજનની રમત ગમત સ્પર્ધાનું આયોજન થનાર છે.
આ સ્પર્ધામાં ૬૦ વર્ષ થી ઉપરના સિનિયર સીટીઝન ભાઈઓ બહેનો માટે એથ્લેટીકસ, વોલીબોલ, યોગાસન, ચેસ, કેરમ, રસ્સાખેંચ,ટેનીસ બોલ ક્રિકેટ જેવી રમતો યોજાશે. આ રમતો થી સીનિયર સીટીજનનું સ્વાસ્થ્ય જળવાઇ રહે અને સીનિયર સીટીજન આ વિભાગની પ્રવૃત્તિઓ સાથે જોડાય તે હેતુસર આ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં ભાગ લેવા ઇચ્છતા પંચમહાલ જીલ્લાના સિનિયર સીટીઝન ભાઇઓ/બહેનોએ નિયત નમુનાનુ એન્ટ્રી ફોર્મ જીલ્લા રમત ગમત અધિકારી, જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર, કનેલાવ ગોધરા, જી.પંચમહાલ ખાતેથી મેળવી ૦૩-૧૧-૨૦૨૬ સુધીમા સંપુર્ણ વિગત સાથે મોકલી આપવાનું રહેશે.
ફોર્મ સાથે ડોકટરનું ફિટનેશ સર્ટીફિકેટ તથા આધારકાર્ડ નકલ સાથે આપવાની રહેશે. સમય મર્યાદામા આવેલ પ્રવેશપત્રોના સ્પર્ધકોને વિગતવાર કાર્યક્રમ અંગેની જાણ કરવામાં આવશે. જેની દરેક સ્પર્ધકે નોંધ લેવા તથા વધુ વિગત માટે જીલ્લા રમતગમત અધિકારીની કચેરી,પંચમહાલ (ગોધરા) નો સંપર્ક કરવો.