ભાવનગરના ટ્રિપલ મર્ડર કેસમાં નવો વળાંક: હત્યારો પતિ અને પ્રેમિકા ભાગવાની ફિરાકમાં હતા !

શહેરમાં ચકચારી પત્ની, પુત્ર અને પુત્રીના હત્યા કેસમાં મોટી અપડેટ સામે આવી રહી છે. આ કેસમાં આરોપી છઝ્રહ્લ શૈલેષ ખાંભલાએ પ્રેમ પ્રકરણમાં પત્ની, પુત્ર અને પુત્રીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. જે મામલે પોલીસે તપાસ કરતા આરોપી છઝ્રહ્લ શૈલેષ ખાંભલા તેનાથી ૧૦ વર્ષ નાની વનકર્મી અધિકારી સાથે પ્રેમસંબંધમાં હોવાનું ખુલ્યું હતું.

વન કર્મી શૈલેષ ખાંભલા મર્ડર કેસમાં નવો વળાંક આવ્યો છે. શૈલેષ ખાંભલા તેની પ્રેમિકા સાથે ભાગી જવાની ફિરાકમાં હતો. પત્ની અને બે સંતાનોના હત્યારાએ રાત્રે તેની પ્રેમિકા સાથે ફોન પર વાત કરી હતી. ત્રિપલ મર્ડર કેસના આરોપી શૈલેષ ખાંભલાને પોલીસે નાર્કો ટેસ્ટ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. પરંતુ આરોપીની મંજૂરી નહીં હોવાથી કોર્ટે ત્રણ દિવસનો વિચારવાનો ટાઈમ આરોપીને આપ્યો હતો. આજે ફરી શૈલેષ ખાંભલાને પોલીસ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ ઘટના અંગેની વાત કરીએ તો, ગત ૧૬મી નવેમ્બરે ભાવનગર ફોરેસ્ટ કોલોનીમાં જમીનમાં દાટેલી હાલતમાં ત્રણ લાશો મળી આવી હતી. જે બાદ સમગ્ર પંથકમાં ચકચાર મચ્યો હતો. આ મામલે પોલીસે તપાસ કરતા ત્રણેય મૃતદેહોની ઓળખ ફોરેસ્ટ કોલોનીમાં રહેતા અને છઝ્રહ્લ તરીકે નોકરી કરતા શૈલેષ ખાંભલા નામના વ્યક્તિની પત્ની નયના રબારી અને તેમના બે સંતાનો – પુત્ર ભવ્ય અને પુત્રી પૃથા તરીકે થઈ હતી. જેઓ ગુમ હતા અને આ મામલે છઝ્રહ્લ શૈલેષ ખાંભલાએ પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ ફરિયાદ પણ નોંધાવી હતી. બાદમાં પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે, એસીએફ શૈલેષ ખાંભલાએ પોતાની પત્ની નયના સહિત બે બાળકોને પણ મોતને ઘાટ ઉતારી દીધા હતા અને ફોરેસ્ટ કોલોનીમાં જ તેના ક્વાર્ટરથી થોડે દૂર ત્રણ વન કર્મચારી અને ૭ મજૂરોની મદદથી ત્નઝ્રમ્થી ખાડો ખોદાવી ત્રણેયના મૃતદેહોને દાટી દીધા હતા. બાદમાં ત્રણેય ગુમસુદા હોવાની ફરિયાદ નોંધાવી સમગ્ર વાતથી અજાણ હોવાનો સતત ૧૦ દિવસ ઢોંગ કરતો રહ્યો હતો. જોકે તપાસ દરમિયાન આ આખો ખેલ પ્રેમ-પ્રકરણમાં ખેલાયો હોવાનું ખુલ્યું છે.

હાલ પોલીસે આપેલી માહિતી મુજબ, આરોપી છઝ્રહ્લ શૈલેષ ખાંભલા જુનાગઢની મહિલા વનકર્મી સાથે પ્રેમસંબંધમાં છે. માહિતી મુજબ આ શૈલેષ ખાંભલાને જે વનકર્મી મહિલા મિત્ર સાથે પ્રેમસંબંધ છે તે તેનાથી ૧૦ વર્ષ નાની છે. બંનેનું પ્રેમ પ્રકરણ વર્ષ ૨૦૨૧થી શરૂ થયું હતું. એટલે કે એસીએફને ૧૦-૧૦ વર્ષના બે સંતાન હોવા છતાં તે છેલ્લા ૪ વર્ષથી આ મહિલા મિત્ર સાથે પ્રેમસંબંધ ધરાવતો હતો, યુવતી કોઈપણ ભોગે શૈલેષને પામવા માંગતી હતી, દરમિયાન તેણે આખો પરિવાર વેર વિખેર કરી નાખ્યો છે. નોંધનીય છે કે, પાંચ નવેમ્બરની સવારે શૈલેષ ખાંભલાએ તકિયાથી પહેલા પત્નીનું મોઢું દબાવી હત્યા કરી નાંખી હતી. જે બાદ દીકરા અને દીકરીના મોં પર તકિયો દબાવીને મારી નાંખ્યા હતા. ઘરના પાસેના એક ખાડામાં ત્રણેય મૃતદેહને પથ્થર સાથે દાટી દીધા હતા. આ ખાડામાં પાણી ભરાયું હોવાને કારણે લાશ તરતી ઉપર ન આવે એટલા માટે લાશની સાથે પથ્થર પણ બાંયા હતા. કોઈને દેખાય નહીં તે માટે ઉપર ગાદલું પણ મૂકીને ઉપર માટી નાંખી દીધી હતી.

ફરિયાદમાં જણાવવામાં આવ્યું છે કે, શૈલેષ ખાંભલાનો પરિવાર દિવાળીના વેકેશનમાં ભાવનગર આવ્યા હતા. જે બાદ શૈલેષ ખાંભલા નોકરી પર ગયો હતો. પાછો આવ્યો ત્યારે તેને પત્ની, પુત્રી અને પુત્ર ઘરે ન હતા. જેથી તેણે ભરત નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલાની જાણવાજોગ અરજી કરી હતી.