
ભાવનગરમાં રેલ્વેની પરીક્ષા દરમિયાન હિજાબ પહેરીને આવેલી એક યુવતીને પરીક્ષા ના આપવા દેવાતા વિવાદ થયો છે. આ ઘટનામાં જમિયત ઉલમા એ હિન્દ સંસ્થા દ્વારા પરીક્ષા કેન્દ્રના નીરિક્ષકો સામે ગંભીર આક્ષેપ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી છે.
ભાવનગરમાં ૨૪ ડિસેમ્બર ૨૦૨૫ના બુધવારના રોજ રેલવે રિક્રુટમેન્ટ બોર્ડની પરીશ્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષાનું ભાવનગરના તરસમિયા ખાતે સરકારી શાળામાં આવેલા જેપીએમ ઇન્ફોટેકમાં પણ કેન્દ્ર આપવામાં આવ્યું હતું. ભાવનગરમાં એક મુસ્લિમ યુવતી હિજાબ પહેરીને પરીક્ષા આપવા માટે પહોંચી હતી. જોકે, નીરિક્ષકોએ હિજાબ ઉતારવાનો આગ્રહ કર્યો હતો.જોકે, યુવતીએ જવાબ આપ્યો કે મારો ચહેરો કોઇ ી સામે જ બતાવીશ કોઇ પુરૂષ સામે નહીં બતાવું. તમે કોઇ ી નીરિક્ષકને બોલાવી મારો ચહેરો અને આઇકાર્ડ ચકાસી શકો છો.
જમિયત ઉલેમા એ હિન્દ સંસ્થા દ્વારા અધિક કલેક્ટરને લેખિત આવેદનપત્ર પાઠવી આ ઘટનામાં જવાબદાર લોકો સામે પગલા ભરી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. જમિયત ઉલેમા હિન્દે અધિક કલેક્ટરને આવેદન આપતા જણાવ્યું કે, યુવતીએ કોઇ સામો જવાબ આપ્યો નથી કે ફરજમાં રૂકાવટ કરી નથી, તેને નીરિક્ષકોને સહકાર આપ્યો હતો પણ નીરિક્ષકોએ તે સ્વીકાર્યું નહોતું. આ સાથે જ નીરિક્ષકે કહ્યું હતું કે, તમારા જેવા પરીક્ષા ના આપે તો વધારે સારૂં અને અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આથી અમારી માંગણી છે કે સીસીટીવી કેમેરા તપાસી અધિકારી સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે. જોકે, યુવતીને પરીક્ષામાં બેસવા દેવામાં આવી નહોતી. કોઇ પણ ધર્મ દીકરા-દીકરી સાથે ભાષા આધારીત, ધર્મ આધારીત, જાતિ આધારીત, સામાજિક-ધામક રીતે ભેદભાવ રાખવામાં ના આવે તેવી અમારી માંગ છે.