
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સાથેના જાહેર કરાયેલા વેપાર કરારથી વિશાળ ભારતીય બજારમાં અમેરિકી કૃષિ ઉત્પાદૃનોની નિકાસ વધશે અને રશિયન આક્રમણનો સામનો કરવામાં પણ મદૃદૃ મળશે, એમ યુએસ કાયદૃા નિર્માતાઓએ જણાવ્યું હતું. સેનેટ ફોરેન રિલેશન્સ કમિટીના ચેરમેન સેનેટર જીમ રિશે એકસ પર પોસ્ટ કર્યું, “ભારત સાથેના વેપાર કરારની આજની નોંધપાત્ર સિદ્ધિ બદૃલ રાષ્ટ્રપતિ ટ્રમ્પને અભિનંદન.” ભારતને અમેરિકાનો ગાઢ ભાગીદૃાર ગણાવતા સેનેટર જીમ રિશે કહૃાું, “આ નવા કરાર હેઠળ, ભારતે અમેરિકન માલ ખરીદવાનું વચન આપ્યું છે. આનાથી અમેરિકાને રશિયન આક્રમણનો સામનો કરવામાં મદદમળશે અને રશિયન ઉર્જા ક્ષેત્ર માટે ભારતનો ટેકો ઘટાડીને યુક્રેન સામે રશિયાના યુદ્ધનો અંત લાવવામાં મદદ મળશે.”
યુએસ કૃષિ સચિવ બ્રુક રોલિન્સે ટ્રમ્પનો ફરી એકવાર અમેરિકન ખેડૂતો માટે કામ કરવા બદૃલ આભાર માન્યો. તેમણે ઠ પર પોસ્ટ કર્યું, “નવો યુએસ-ભારત કરાર ભારતના વિશાળ બજારમાં વધુ યુએસ કૃષિ ઉત્પાદૃનો નિકાસ કરવાની મંજૂરી આપશે, િંકમતો વધારશે અને ગ્રામીણ અમેરિકામાં રોકડ પ્રવાહ લાવશે.”
યુએસ રાષ્ટ્રપતિએ સોમવારે ભારત સાથે વેપાર સોદૃાની જાહેરાત કરી, ટેરિફ ૨૫ ટકાથી ઘટાડીને ૧૮ ટકા કરવાની પણ જાહેરાત કરી. ટ્રમ્પે વડા પ્રધાન નરેન્દ્ર મોદૃી સાથે ફોન પર વાતચીત કર્યા પછી આ જાહેરાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ટ્રમ્પે જણાવ્યું હતું કે પીએમ મોદૃી રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદૃવાનું બંધ કરવા સંમત થયા છે. તેઓ યુનાઇટેડ સ્ટેટ્સ અને વેનેઝુએલા પાસેથી મોટી માત્રામાં ક્રૂડ ઓઇલ ખરીદૃવા પણ સંમત થયા છે.
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ફક્ત ૨૫ ટકા પારસ્પરિક ટેરિફ ઘટાડીને ૧૮ ટકા કર્યો છે, જ્યારે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદૃવા માટે ભારત પર લાદૃવામાં આવેલ વધારાનો ૨૫ ટકા ટેરિફ અમલમાં છે. વ્હાઇટ હાઉસના એક અધિકારીએ જણાવ્યું હતું કે અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદૃવા માટે ભારત પર લાદૃવામાં આવેલ ૨૫ ટકા ટેરિફ પણ દૃૂર કરશે કારણ કે ભારતે રશિયા પાસેથી તેની તેલ ખરીદૃી ઘટાડી છે. જોકે, તેમણે ઉમેર્યું હતું કે વધારાના ૨૫ ટકા ટેરિફ દૃૂર કરવા માટે ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદૃવાનું સંપૂર્ણપણે બંધ કરવું પડશે.