
ભારત સામેની વનડે શ્રેણીમાં બેટથી ધમાલ મચાવનાર અમીર જાંગુ હવે ટી ૨૦ ફોર્મેટમાં પણ પોતાની છાપ છોડવા માટે તૈયાર છે. વેસ્ટ ઈન્ડિઝે તેને ભારત સામેની પાંચ મેચની ટી ૨૦ શ્રેણી માટે ટીમમાં સામેલ કર્યો છે. યુવા વિકેટકીપર-બેટ્સમેન જ્વેલ કવર તરીકે જાંગુનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે, જે ત્રીજી વનડે દરમિયાન આંગળીમાં ઈજાને કારણે તબીબી નિરીક્ષણ હેઠળ છે.વેસ્ટ ઈન્ડિઝે વનડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનાર આમિર જાંગુને ટી ૨૦ ટીમમાં જ્વેલ કવર તરીકે સામેલ કર્યો છે.
વેસ્ટ ઇન્ડિઝ ક્રિકેટે ૫ ઓક્ટોબરે જાહેરાત કરી હતી કે ઈજાગ્રસ્ત થયા બાદ સ્કેન માટે હોસ્પટલમાં લઈ જવામાં આવ્યા હતા. સદનસીબે, તેમની આંગળીમાં ફ્રેક્ચર થયું ન હતું. જાકે, મેડિકલ ટીમ તેમની ઈજાનું નજીકથી નિરીક્ષણ કરી રહી છે અને તેમને ટી ૨૦ શ્રેણીમાંથી સંપૂર્ણપણે બહાર કરવામાં આવ્યા નથી.
ભારત સામેની પ્રથમ વનડેના પહેલા બોલ પર કોઈ રન બનાવ્યા વિના આઉટ થયા બાદ ૧૯ વર્ષીય એન્ડઓએ બીજી મેચમાં પોતાનું સ્થાન ગુમાવ્યું હતું. તે ત્રીજી વનડેમાં ટીમમાં પાછો ફર્યો હતો. મેચ દરમિયાન, નમન ધીરનો કેચ લેતી વખતે તેની આંગળીમાં ઈજા થઈ હતી. ત્યારબાદ તેને મૂલ્યાંકન માટે હોસ્પિટલમાં જવું પડ્યું હતું. ઈજાને કારણે, તેણે વેસ્ટ ઇન્ડિઝના સફળ રન ચેઝમાં બેટિંગ કરી ન હતી.બીજી બાજુ, જાંગુ હાલમાં ઉત્તમ ફોર્મમાં છે. ભારત સામેની ત્રણ વનડેમાં, તેણે અણનમ ૫૮, ૧૧૪ અને ૬૭ રન બનાવ્યા. ત્રણ મેચમાં તેણે ૨૩૯ રન બનાવ્યા અને બંને ટીમો માટે કુલ રન બનાવનારા ખેલાડીઓની યાદીમાં તે ત્રીજા સ્થાને રહ્યો.
તેના પછી ભારતના શુભમન ગિલ ૩૩૪ રન સાથે અને વેસ્ટ ઇન્ડિઝના શાઈ હોપ ૨૭૮ રન સાથે બીજા ક્રમે છે. ૨૯ વર્ષીય જાંગુએ ડિસેમ્બર ૨૦૧૪ માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. તેણે વેસ્ટ ઇન્ડિઝ માટે સાત ટી૨૦ આંતરરાષ્ટÙીય મેચ રમી છે, જેમાં ૧૬૩ રન બનાવ્યા છે. જાકે, ટી૨૦ ક્રિકેટમાં તેનો સ્ટ્રાઈક રેટ ૧૨૦.૭૪ રહ્યો છે. નોંધનીય છે કે ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પાંચ મેચની ટી૨૦ શ્રેણીની પહેલી મેચ ૬ ઓક્ટોબર, મંગળવારના રોજ લખનૌમાં રમાશે. આ મેચો પછી ૯ ઓક્ટોબરે રાંચી, ૧૧ ઓક્ટોબરે ઇન્દોર, ૧૪ ઓક્ટોબરે હૈદરાબાદ અને ૧૭ ઓક્ટોબરે બેંગલુરુમાં મેચો રમાશે.