બારીયા એસ.ટી. ડેપો થોડા થોડા વર્ષે કઈને કઈ કૌભાંડો આચરીને રાજ્યના અન્ય ડેપોમાં અવ્વલ નંબરે છે ?

દે.બારીયા એસ.ટી.ડેપોમાં જે પણ શિષ્ટાવાન મેનેજર આવે તે બે-ચાર માસ બાદ પોતાની પ્રમાણિકતાઅને શિસ્ત ભુલી જાય છે અને અન્ય કર્મચારીઓના સાથે તેઓના ખોટા રસ્તે ચડી જાય છે. ખોટા રસ્તે એટલે તેમાં તમામ ખોટા રસ્તા આવી જાય છે. જેમાં દારૂની મહેફીલો પણ આવી જાય છે.

હાલમાં બારીયા એસ.ટી.ડેપોમાં ડીઝલનો કૌભાંડ સામે આવ્યો છે. પહેલા પણ આ ડેપોમાં ડીઝલના કૌભાંડો આચરવામાં આવ્યા હતા. તેમ છતાં તે તમામ કૌભાંડીયો સસ્પેન્ડ થયા બાદ પણ પોતાની ફરજ ઉ5ર કાયમ કરાયા છે. તે શું ? સુચવે છે. બારીયા ડેપોમાં હાલમાં તપાસ કરતા પંપ ઉપર દર્શાવેલા આંકડા તેમજ ટેન્કોની ક્ષમતા સ્ટોક સાથે રજીસ્ટરમાં નોંધ થયેલા ડીઝલમાં મોટો તફાવત બહાર આવતા હાલના ડેપો મેનેજર એસ.આર.પટેલને તાત્કાલીક અસરે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે પરંતુ આવા અનેક કૌભાંડના બનાવો થઈ ચુકયા તેઓને પહેલા સસ્પેન્ડ કરાય છે. ત્યારબાદ લેવડદેવડની પતાવટ બાદ ફરી ફરજ ઉપર બહાર થઈ જાય છે. તે શું ? સૂચવે છે. સસ્પેન્ડ નહિ પરંતુ આવા કૌભાંડીઓને ડીસમીસ કરાય તો બીજા આવા કૌભાંડી કર્મીઓ અટકશે તેવો સંદેશ આપવો જોઈતો હતો. આવા કૌભાંડીઓને ઉ5લા લેવલનો પણ આર્શીવાદ મળતું હશે ? તેવું આમ જનતામાં ચર્ચાનું વિષય બનવા પામ્યો છે. તપાસ કરવામાં ખેલ થઈ જાય છે કે શું ? ફરજથી ડીસમીસ ના થાય તેવા પ્રયાસો થતા હશે. પાંચ-સાત વર્ષ પહેલા એક કંડકટરની ફરજ માટે નિમણૂંક થયેલા કર્મીને કોમ્પ્યુટર જાણકારી હોવાથી વિદ્યાર્થીઓના પાસ બનાવવા માટે મુકાયો હતો. તે કર્મીએ ડુપ્લીકેટ પાસ બનાવીને લાખ્ખોનો કૌભાંડ આચર્યો હતો. તેની તપાસ છેક છોટાઉદેપુર સુધી પહોંથચી હતી. તે કર્મીને માત્ર ખેડા વિભાગમાં બદલી કરીને પ્રશાસને લીપાપોતી કરીને સંતોષ માન્યો હતો. ત્યારબાદ એક હાલના ડેપો મેનેજરના પહેલાના ડેપો મેનેજર રાજકોટીયા ફરજ બજાવતા હતા. તેઓએ એક ડ્રાયવરના પાસેથી પાંચ હજાર રૂપીયાની લાંચ લેતા રંગેહાથે ઝડપાયા હતા. તેઓએ જેલવાસ ખાસ્સો ભોગવ્યો હતો. તેમ છતાં ફરી ફરજ ઉપર લઈ લેવામાં આવ્યા હતા. આ દે.બારીયા ડેપોમાં કૌભાંડો થાય છે અને છુટી જાય અને નોકરી ઉપર પણ ફરજ બજાવતા થઈ જાય છે. તેઓની ગંભિરતા રાજ્ય માર્ગવાહન વ્યવહાર વિભાગના ઉચ્ચપદના અધિકારીઓ સજાગતા દાખવી હોત તો આવા બનાવો ફરી ના થતા આવા કૌભાંડીઓ પાસેથી પૈસા કમાયા હોય છે તો લેવામાં શું ? છે ! જેથી કૌભાંડીની હારમાળા દર વર્ષે વર્ષે દેખવામાં મળશે, તેવું ટોકઓફ ધ ટાઉન બનવા પામ્યું છે.