બનાસકાંઠા: પાલનપુર-આબુ હાઇ-વે પર ટ્રક અને કાર વચ્ચે ભયાનક અકસ્માત, ૭ના કરૂણ મોત

ટ્ઠષ્ઠઆ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, પાલનપુર-આબુ હાઇવે પર થયેલો અકસ્માત એટલો ભયાનક હતો કે જોનારા લોકોના કાળજા કંપી ગયા હતા. આબુરોડ તરફથી આવી રહેલા એક આઇસર ટ્રકના ચાલકે સ્ટિયિંરગ પર પરથી કાબૂ ગુમાવ્યો હતો. જેના કારણે બેકાબૂ બનેલો ટ્રક ડિવાઈડર કૂદૃીને રોંગ સાઈડમાં ઘૂસી ગયો હતો અને સામેના ટ્રેક પરથી પસાર થઈ રહેલી ઇનોવા ગાડી પર કાળ બનીને ત્રાટક્યો હતો. ટ્રક સીધો કાર પર ચડી જતાં કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો.

આ દૃુર્ઘટનામાં ભોગ બનનાર પરિવાર રાજસ્થાનથી પરત ફરી રહૃાો હતો ત્યારે કાળે તેમને રસ્તામાં જ આંબી લીધા હતા. અકસ્માતમાં ૭ લોકોના ઘટનાસ્થળે જ કરુણ મોત થયા છે. અન્ય ૩ વ્યક્તિઓને ગંભીર ઇજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની તીવ્રતા એટલી જબરદૃસ્ત હતી કે ઇનોવા કારના પતરાં ચીરીને મૃતદૃેહોને બહાર કાઢવા પડ્યા હતા.”

નોંધનીય છે કે ઘટનાની જાણ થતા જ અમીરગઢ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો.સ્થાનિક લોકોની મદૃદૃથી પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી. આ ઘટનાને પગલે ટ્રાફિક જામ થયો હતો, પરંતુ પોલીસે ટ્રાફિક હળવો કરાવ્યો હતો. તમામ મૃતકોના મૃતદૃેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યા છે. અમીરગઢ પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકોના પરિવારમાં માતમ છવાયો છે.