પાટણ કોંગ્રેસમાં ભડકો: ધારાસભ્ય કિરીટ પટેલ સામે મહિલા નેતાના ગંભીર આક્ષેપો

ગુજરાત કોંગ્રેસમાં જૂથબંધી અને આંતરિક વિખવાદૃની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે, પરંતુ આ વખતે પાટણ કોંગ્રેસમાં ભડકો થયો છે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ સામે અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત મહિલા ચેરમેને મોરચો માંડતા રાજકારણ ગરમાયું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોએ પક્ષની આંતરિક શિસ્તના ધજાગરા ઉડાડ્યા છે.

પાટણ અનુસૂચિત જાતિ વિભાગના નવનિયુક્ત મહિલા ચેરમેન જયાબેન શાહે એક વીડિયો વાયરલ કરીને ધારાસભ્ય કિરીટ પટેલ પર ગંભીર આક્ષેપો કર્યા છે. જયાબેનનો દૃાવો છે કે, નવી બોડીની નિમણૂક અને સંગઠનની મીિંટગમાં હાજર રહેવા બાબતે જ્યારે તેમણે ધારાસભ્યનો સંપર્ક કર્યો, ત્યારે કિરીટ પટેલે સહકાર આપવાનો સાફ ઈક્ધાર કરી દૃીધો હતો.

જયાબેન શાહે વીડિયોમાં વિસ્ફોટક ખુલાસો કરતા જણાવ્યું કે, ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસના હાઈકમાન્ડ અને ટોચના નેતાઓ વિશે અપમાનજનક શબ્દૃો વાપર્યા છે. આક્ષેપ મુજબ, કિરીટ પટેલે કોંગ્રેસના દિૃગ્ગજ નેતાઓને ’ફૂટેલી તોપ’ ગણાવ્યા છે. એટલું જ નહીં, તેમણે કોંગ્રેસના અગ્રણી નેતા હિતેન્દ્ર પીઠડીયા વિશે પણ અભદ્ર ટિપ્પણી કરી હોવાનો દૃાવો કરવામાં આવ્યો છે.

આ વિવાદૃ માત્ર શાબ્દિૃક આક્ષેપો સુધી મર્યાદિૃત રહૃાો નથી. જયાબેન શાહે આરોપ લગાવ્યો છે કે કિરીટ પટેલે નેતા હિતેન્દ્ર પીઠડીયાને ’માર મારવાની’ ધમકી આપી છે. આગામી ૭મી તારીખે જ્યારે હિતેન્દ્ર પીઠડીયા પાટણ આવવાના છે, ત્યારે તેમની સુરક્ષાને લઈને જોખમ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જયાબેને વહીવટી તંત્રને અત્યારથી જ ચેતવણી આપી છે કે જો પીઠડીયા પર કોઈ પણ પ્રકારનો હુમલો થશે, તો તેની સંપૂર્ણ જવાબદૃારી પ્રશાસન અને ધારાસભ્ય કિરીટ પટેલની રહેશે.

એક તરફ કોંગ્રેસ પક્ષ સંગઠન મજબૂત કરવાના દૃાવા કરી રહૃાો છે, ત્યારે બીજી તરફ પાટણના ધારાસભ્ય અને મહિલા પાંખના હોદ્દેદૃારો વચ્ચેનો આ વિખવાદૃ હાઈકમાન્ડ માટે માથાનો દૃુખાવો બની શકે છે. ખાસ કરીને દૃલિત સમાજના નેતાઓ અને સ્થાનિક ધારાસભ્ય વચ્ચેના આ ઘર્ષણથી વિરોધ પક્ષને પણ પ્રહાર કરવાની તક મળી ગઈ છે.