બુલેટ ટ્રેન બ્રિજના નિર્માણ દરમિયાન સુરતમાં મોટી દુર્ઘટના, ભારે ભરખમ લોખંડની પ્લેટ પડતા પિતા-પુત્રીનું મોત

સુરત શહેરમાં એક મોટી દૃુર્ઘટના સર્જાઈ છે. સુરતમાં ચાલી રહેલા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દૃરમિયાન આજે એક ગોઝારી ઘટના બની છે. કામરેજ તાલુકાના કઠોર ગામ પાસે તાપી નદી પર નિર્માણાધીન બ્રિજ પરથી લોખંડની ભારે પ્લેટ નીચે પડતા માછીમારી કરી રહેલા પિતા અને તેમની માસૂમ પુત્રીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

ઘટનાની મળતી માહિતી મુજબ, કઠોર ગામ પાસે તાપી નદૃી પર બુલેટ ટ્રેન માટેના બ્રિજનું કામ પૂરજોશમાં ચાલી રહૃાું છે. આ દૃરમિયાન નદૃીમાં માછીમારી કરી રહેલા મોહસીનભાઈ અને તેમની દીકરી પર અચાનક ઉપરથી એક વિશાળ લોખંડની પ્લેટ પડી હતી. પ્લેટ એટલી વજનદાર હતી કે પાણીમાં હોવા છતાં બંનેને બહાર નીકળવાની તક સુધ્ધાં મળી ન હતી અને તેઓ નીચે દૃબાઈ ગયા હતા.

મૃતકોના નામ: ૧. મોહસીન ઈકબાલ શેખ (ઉંમર ૩૫ વર્ષ): વ્યવસાયે માછીમાર, રહેવાસી – બદૃાત ફળિયું, કઠોર. ૨. હુમા મોહસીન શેખ (ઉંમર ૦૯ વર્ષ): મોહસીનભાઈની પુત્રી.

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. નદૃી કિનારે સ્થાનિકોનો જમાવડો જોવા મળી રહૃાો છે. સ્થાનિકોમાં તંત્ર અને કોન્ટ્રાક્ટરની બેદૃરકારી સામે ભારે રોષ ફાટી નીકળ્યો છે. ઉતરાણ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળેદોડી આવ્યો હતો અને પિતા-પુત્રીના મૃતદૃેહોને બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.