ગુજરાતી નાટ્યજગતે એક મજબૂત આધારસ્તંભ ગુમાવ્યો: રાજૂ બારોટનું ૭૫ વર્ષે નિધન

દિલ્હી અને અમદાવાદ તથા મુંબઈની રંગભૂમિ પર છેલ્લાં ૫૦ વર્ષથી દિગ્દર્શન અને અભિનયનાં અજવાળા પાથરનારા સશક્ત અભિનેતા રાજૂ બારોટે ૭૫ મા વર્ષે અણધારી વિદૃાય લીધી. વડોદરાની ફેકલ્ટી ઑફ પરફોર્મિંગ આર્ટસમાંથી અભિનયનો એકડો ઘૂંટનારા રાજૂ બારોટે શ્રી યશવંત કેળકર અને શ્રી માર્કંડ ભટ્ટ પાસે તાલીમની શ‚આત કરી. તેમને દિલ્હી સ્થિત નેશનલ સ્કૂલ ઑફ ડ્રામાનાં દિગ્ગજ દિગ્દર્શક ઇબ્રાહિમ અલકાઝી પાસે અભિનયની વિશેષ તાલીમનો લાભ મળ્યો.

દિલ્હીની નેશનલ સ્કૂલ ઑફ ડ્રામામાં ભરત દૃવે, રતન થિયામ, અનંગ દૃેસાઇ, દિલીપ શાહ અને રઘુવીર યાદવ જેવાં સમર્થ નાટયકારોનાં સહયોગ થકી લૈલા મજનૂ, બેગમકા તકિયા જેવા અનેક નાટકો ભજવ્યા. એન.એસ.ડી.ની રેપેટરી કંપનીમાં રહીને દૃેશ-વિદૃેશની રંગભૂમિ પર અનેક નાટકો ભજવ્યા.૧૯૭૭ માં નેશનલ સ્કૂલ ઑફ ડ્રામા-દિૃલ્હીથી પાછા આવીને ભરત દૃવે જેવાં દિગ્ગજ દિગ્દર્શક સાથે ચં. ચી. મહેતા લિખિત મદિરા (મીડીયા) નાટકમાં જેસંગની મુખ્ય ભૂમિકા ભજવીને બાદૃશાહી અભિનયનો ડંકો વગાડ્યો. એ પછી ભરત દૃવે સાથે જ ૧૯૮૭માં ગુજરાતી સાહિત્ય પરિષદૃના પટાંગણ માં જ્ઞાનપીઠ પુરસ્કૃત પન્નાલાલ પટેલની નવલકથા આધારિત માનવીની ભવાઇ નામે ફૂલ લેંથ નાટક ભજવ્યું. કવિ શ્રી ઉમાશંકર જોશી અને નવલકથાકાર પન્નાલાલ પટેલે આ નાટક ભરપેટ માણીને મુખ્ય ભૂમિકા ભજવનારા રાજૂ બારોટ અને દૃીપ્તિ જોશીને અભિનંદૃન આપ્યા. એ પછી ભરત દવે સાથે સ્ટ્રિનબર્ગનું નાટક ધ ફાધર (વંધ્ય) માં મુખ્ય ભૂમિકા ભજવીને રાજૂ બારોટે પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ ઉપરાંત શ્રીકાંત શાહના સાત એકાંકી નાટકો દિૃનેશ હૉલમાં ભજવીને પોતાની સિદ્ધહસ્તતા સાબિત કરી હતી. એ સમય દરમિયાન અભિનય સમ્રાટ શ્રી જશવંત ઠાકર સાથે કાલિદૃાસ કૃત શાકુંતલ નાટકમાં દૃુષ્યંતનો રોલ ભજવીને એક લાગણીશીલ કલાકાર તરીકે કાઠુ કાઢ્યું હતું.

અમદૃાવાદૃના યુવા નાટ્ય લેખકો અભિજાત જોશી તથા સૌમ્ય જોશી લિખિત નાટકો પણ દિગ્દર્શિત કર્યા. જેમાં મુખ્યત્વે સનક, મર્મભેદૃ, વ્હાલી આવી સપના લાવી, “સાવ અમારી જાત અલગ છે, કંચન કરશે ગામને કંચન, મંજુલા, હા, મે તને ચાહી છે િંજદગી, સરી જાય એ પળ” વગેરે નાટકો દ્વારા નવોદિતોને પ્લેટફોર્મ પૂરું પાડ્યું હતું. નેધરલેન્ડમાં યોજાયેલી દ્વિતીય વર્લ્ડ વોટર કોન્ફરન્સમાં ગુજરાતના પાણીનાં પ્રશ્ર્નોને લઈને સૌમ્ય જોશી લિખિત વોટર ઓ વોટર નાટક ની સુપેરે ભજવણી કરી હતી.જૂની ગુજરાતી રંગભૂમિના સદૃાબહાર ગીતોની ધરોહરને તર્જે – થેટર દ્વારા જીવંત કરવાનો પુરુષાર્થ હાથ ધર્યો.

તેમની સામાજિક નિસ્બત રંગભૂમિ દ્વારા પ્રતિિંબબિત થતી હતી, જેમ કે ગુજરાતના હુલ્લડો, બાબરી ધ્વંસ કે મહિલાઓની લડતનાં પ્રશ્ર્નો પર સનક, મર્મભેદ, ડુંગરો ડોલ્યો અને કંચન કરશે ગામને કંચન જેવા નાટકો ભજવ્યા. ૧૯૯૬માં ગુજરાત રાજ્યની સંગીત નાટક અકાદૃમી દ્વારા ગૌરવ પુરસ્કાર” અને ૨૦૧૬માં એનએસડી દ્વારા બી વી કારંત સ્મૃતિ પુરસ્કાર” થી સન્માનિત થયા હતા.તેમણે તુઘલક, જસમા ઓડણ અને ગિલોટિન કી ગુત્થી નાટકો દ્વારા લંડન, પૉલેન્ડ અને જર્મનીમાં ભારતીય થિયેટરનો પરિચય કરાવ્યો. મરાઠી તમાશાનું ભવાઇ સ્વ‚પમાં ‚પાંતર સૈયાં ભયે કોટવાલ દ્વારા વિદૃેશમાં નવો ચીલો ચાતર્યો. ૨૦૧૪માં ૫૨ કલાકારો સાથે મનુભાઈ પાંચોળીની નવલકથા પર આધારિત સોક્રેટિસ નાટક ભજવ્યું. ત્યારબાદ પરિત્રાણ અને કૈકેયી જેવા નાટકોનું મંચન કર્યું.