સાબરમતી નદીમાં માતા-પુત્રએ ઝંપલાવ્યું, બંનેના મૃતદેહ મળ્યા

અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ વિસ્તારમાં હચમચાવી દૃેતી ઘટના સામે આવી છે. રિવરફ્રન્ટના વલ્લભ સદૃન બોિંટગ વિસ્તાર નજીકથી વૃદ્ધ માતા- પુત્રના મૃતદેહ મળી આવતા વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પ્રાથમિક માહિતી મુજબ માતા-પુત્રએ સાબરમતી નદૃીમાં છલાંગ લગાવી આપઘાત કર્યો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

ઘટનાની જાણ થતાં જ રિવરફ્રન્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. થોડા સમય બાદૃ નદીમાંથી માતા-પુત્રના મૃતદૃેહ બહાર કાઢવામાં આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યા છે.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે પુત્ર માનસિક અસ્વસ્થતા ધરાવતો હતો અને લાંબા સમયથી તણાવમાં હોવાનું અનુમાન છે. આ પરિસ્થિતિને કારણે માતા-પુત્રે આ અતિશય પગલું ભર્યું હોવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. જોકે, સમગ્ર મામલે તમામ પાસાઓની તપાસ હાથ ધરવામાં આવી છે.

અમદૃાવાદૃ શહેરના મણિનગર વિસ્તારમાં રહેતા વૃદ્ધ માતા અને તેના દીકરાએ સાબરમતી નદીમાં ઝંપલાવી આપઘાત કર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રવિણાબેન પંડ્યા (ઉ.વ. ૭૪) અને તેમના દીકરા જગદીશ પંડ્યા (ઉ.વ. ૪૮) બપોરના સમયે સાબરમતી રિવરફ્રન્ટના વોક-વે પરથી નદૃીમાં કૂદ્યા હતા.

બંને વ્યક્તિઓ નદૃીમાં કૂદ્યા બાદૃ તેમના મૃતદૃેહ નદીમાં તરતા નજરે પડતા રિવરફ્રન્ટ પર ફરજ બજાવતા સિક્યુરિટી ગાર્ડની નજર પડી હતી. ઘટનાની ગંભીરતા સમજતા જ સિક્યુરિટી ગાર્ડે તાત્કાલિક રિવર રેસ્ક્યુ ટીમ અને રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસને જાણ કરી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

જાણ મળતા ફાયર બ્રિગેડની રિવર રેસ્ક્યુ ટીમ તેમજ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. બંનેના મૃતદૃેહ નદૃીના સપાટીએ તરતા હોવાથી ફાયર વિભાગની ટીમે રેસ્ક્યુ કાર્યવાહી હાથ ધરી અને બંને મૃતદૃેહને નદૃીમાંથી બહાર કાઢ્યા હતા.

મૃતદૃેહોની તપાસ દરમિયાન બંને પાસેથી આધાર કાર્ડ સહિતના ઓળખના દસ્તાવેજો મળી આવ્યા હતા. આ આધારે પોલીસ દ્વારા પરિવારજનોને સંપર્ક કરવામાં આવ્યો હતો. પરિવારજનો ઘટના સ્થળે પહોંચતા બંને મૃતદૃેહની ઓળખ કરવામાં આવી હતી અને ત્યારબાદ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા હતા.

રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ સ્ટેશન દ્વારા સમગ્ર ઘટનાને લઈને તપાસ શ‚ કરવામાં આવી છે. મૃતકના સગાસંબંધીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. પ્રાથમિક માહિતી મુજબ, દીકરો જગદીશ પંડ્યા છેલ્લા કેટલાક સમયથી માનસિક બીમારીથી પીડાતો હતો, જેના કારણે માતા-પુત્રએ સાથે મળી આપઘાત કર્યો હોવાની શક્યતા પોલીસ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હાલ પોલીસ દ્વારા મોતના ચોક્કસ કારણો જાણવા માટે તમામ પાસાઓ પરથી તપાસ હાથ ધરવામાં આવી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ ઘટનાની વધુ સ્પષ્ટતા થવાની શક્યતા છે. આ ઘટનાએ ફરી એક વખત માનસિક આરોગ્ય અને પરિવારિક સહારાની જ‚રિયાત પર ગંભીર પ્રશ્ર્નો ઉભા કર્યા છે. પોલીસે જણાવ્યું છે કે પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને વધુ તપાસ બાદ જ ઘટનાનું સાચું કારણ સ્પષ્ટ થઈ શકશે.