કોઈ ચમરબંધીને છોડવામાં ન આવે, માયાભાઈના દીકરાને આંટીમાં લીધા બાદ ઋષિ ભારતી બાપુનું ઘટસ્ફોટ નિવેદન

જેના પિતા આખા ગુજરાતને સંસ્કાર અને હાસ્યના પાઠ ભણાવે છે, તે પદ્મશ્રી માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આજે જેલના સળિયા ગણી રહૃાો છે.સત્તા અને સંપત્તિના નશામાં ચૂર થઈને એક નિર્દૃોષ યુવક પર જીવલેણ હુમલાનો આરોપી એસઆઇટી્ના સકંજામાં આવી ગયો છે. ક્યા પુરાવાના આધારે જયરાજ આહિરની ધરપકડ થઈ છે.

ઋષિ ભારતી બાપુએ આ મામલે સ્પષ્ટ વલણ અપનાવતા એસઆઇટીની કામગીરીની મુક્ત કંઠે પ્રશંસા કરી છે. તેમણે જણાવ્યું હતું કે, પોલીસ પ્રશાસન અને એસઆઇટીની ટીમે જે રીતે તટસ્થ રહીને મહેનત કરી છે તે ખરેખર અભિનંદૃનને પાત્ર છે. બાપુએ પોતાના નિવેદનમાં ન્યાયિક પ્રક્રિયા પર ભાર મૂકતા જણાવ્યું કે “કાયદૃો બધા માટે સમાન છે. આ કેસમાં ભલે ગમે તેટલો પ્રભાવશાળી વ્યક્તિ કે ચમરબંધી હોય, જો પુરાવા મળે તો લાગવગશાહી રાખ્યા વગર તેની સામે કડક કાર્યવાહી અને ધરપકડ થવી જ જોઈએ.”

આ વિવાદૃમાં ન્યાય મેળવવા માટે કોળી સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવેલા સતત પ્રયાસોની પણ નોંધ લેવામાં આવી છે. બાપુએ ઉમેર્યું કે, સમાજના અગ્રણીઓની રજૂઆત અને પોલીસ પ્રશાસનની અથાગ મહેનતને કારણે જ એસઆઇટી સત્ય સુધી પહોંચવામાં સફળ રહી છે.

ભાવનગરના બગદૃાણામાં નવનીત બાલધિયાને માર મારવાના ચકચારી કેસમાં પોલીસના ૨૭ દિૃવસના ડાયરા બાદૃ આખરે હાસ્ચ કલાકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરને પોલીસે દૃબોચી લીધો છે. ધરપકડ પહેલા એસઆઇટી સમક્ષ નિવેદન નોંધાવવા પહોંચેલા જયરાજ આહિરે પોતાનો નિર્દૃોષ ગણાવ્યો હતો. આ કેસની તલસ્પર્શી તપાસ માટે જીૈં્એ પુરાવા અને નિવેદનો, આરોપીઓના એકબીજા સાથેના મોબાઈલ સંપર્કો, તેમનાં લોકેશન તથા અન્ય ડિટેલ્સની ઉચ્ચ કક્ષાએ સઘન ચકાસણી કરી હતી. જે બાદૃ જયરાજને ફરીવાર પૂછપરછ માટે બોલાવાયો હતો, જીૈં્ દ્વારા સતત બે કલાક સુધી પૂછપરછ કર્યા બાદૃ જયરાજ આહીરની સંડોવણી સામે આવતા તેની ધરપકડ કરી લેવાઈ છે.

નવનીત બાલધિયાએ દૃાવો કર્યો હતો કે તેમના દ્વારા સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમને ૧૫ પુરાવા આપ્યા છે. એ પુરાવા મુજબ ટીમ તપાસ કરશે તો મુખ્ય સૂત્રધાર સુધી આસાનીથી પહોંચી જશે. જેના પિતાના જોક્સ પર આખું ગુજરાત ખડખડાટ હસે છે, તે માયાભાઈ આહીરના પુત્રના િંહસક ચહેરાનો આખરે પર્દૃાફાશ થયો છે. કાયદૃાથી ઉપર કોઈ નથી એ વાત આજે ભાવનગર પોલીસે જયરાજને દૃબોચીને સાબિત કરી દીધી છે.હવે જોવાનું એ રહેશે કે લોકગાયકનો આ પુત્ર પોતાને નિર્ગોશ સાબિત કરીને પોલીસના સકંજામાંથી છૂટે છે, કે પછી કાયમ માટે જેલના સળિયા પાછળ ધકેલાશે.