અમદાવાદની દુર્ગા સ્કૂલમાં ધો.૬ના વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડા બાદ બદલાની ભાવનાથી કેમિકલ ભેળવીને જીવલેણ કૃત્ય

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી એક ખાનગી શાળા ‘દૃુર્ગા સ્કૂલમાં તાજેતરમાં એક ચોંકાવનારી ઘટના બની છે. ધોરણ ૬ના બે વિદ્યાર્થીઓ વચ્ચે વર્ગ બદૃલવાની કે સામાન્ય બાબતને લઈને થયેલા ઉગ્ર ઝઘડા બાદ એક વિદ્યાર્થીએ બદૃલો લેવા માટે તેના મિત્રની પાણીની બોટલમાં કેમિકલ ભેળવી દૃીધું હતું. આ કેમિકલયુક્ત પાણી પીધા બાદ બીજા વિદ્યાર્થીની તબિયત લથડી ગઈ અને તેને તાત્કાલિક હોસ્પિટલમાં દૃાખલ કરવો પડ્યો હતો.

આ ઘટના લગભગ ચાર દિવસ પહેલાં બની હોવાનું અમદાવાદ જિલ્લા શિક્ષણ અધિકારી રોહિત ચૌધરીએ પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યું કે, આ બે વિદ્યાર્થીઓ વચ્ચે થોડા દિવસ પહેલાં શબ્દૃોનો ઝઘડો થયો હતો. આ અદૃાવતને કારણે એક વિદ્યાર્થીએ વર્ગખંડમાં રાખેલી બીજા વિદ્યાર્થીની પાણીની બોટલમાં કેમિકલની ગોળી કે કેમિકલ પદૃાર્થ ભેળવી દૃીધો હતો.જ્યારે પીડિત વિદ્યાર્થીએ તે પાણી પીધું તો તરત જ તેને ઉલ્ટીઓ થવા લાગી અને તબિયત બગડી ગઈ હતી.

શાળાના શિક્ષકો અને સ્ટાફે તાત્કાલિક તેને નજીકની હોસ્પિટલમાં ખસેડ્યો અને ત્યાં તાત્કાલિક સારવાર આપવામાં આવી. સારવાર બાદૃ વિદ્યાર્થીની હાલત હવે સ્થિર છે.શાળા સંચાલકોએ આ ઘટનાની ગંભીરતા સમજીને તાત્કાલિક કાર્યવાહી કરી છે. બંને વિદ્યાર્થીઓના વર્ગ બદૃલી દૃેવામાં આવ્યા છે જેથી આવનારા સમયમાં આવી કોઈ અનિષ્ટ ઘટના ન બને. આ ઉપરાંત શાળાએ આંતરિક તપાસ પણ શ‚ કરી છે અને વાલીઓ સાથે પણ ચર્ચા કરીને બાળકોમાં સારા વર્તન અને મિત્રતાના મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે વધુ સજ્જડ પગલાં લેવાની યોજના બનાવી છે.