
અમદાવાદના લાંભા વોર્ડમાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પડવાથી બે ગાયોના મોત થયા છે. આ ઘટના મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એન્જિનિયિંરગ વિભાગ અને કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને ઉજાગર કરે છે. કોર્પોરેશન દ્વારા ખોદવામાં આવેલા ખાડામાં પાંચ પશુઓ પડી ગયા. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, બે થી ત્રણ વાછરડા અને બે ગાય સહિત કુલ પાંચ પશુઓ ખાડામાં પડી ગયા.
બે થી ત્રણ વાછરડા અને બે ગાય સહિત કુલ પાંચ પશુઓ ખાડામાં પડી ગયા. ત્રણને બચાવી લેવામાં આવ્યા હતા, પરંતુ બે ગાયો ખાડામાં જ મૃત્યુ પામી હતી. આ ઘટના વહેલી સવારે બની હતી. કોર્પોરેશને ગામમાં ગટર ચેમ્બર બનાવવા માટે ખાડો ખોદ્યો હતો. આ વિસ્તાર ગીચ વસ્તી ધરાવતા વિસ્તારમાં પશુઓનું પ્રમાણ મોટી સંખ્યામાં છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનના એન્જિનિયિંરગ વિભાગ અને ગટર ચેમ્બર બનાવવા માટે જવાબદાર કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારીને કારણે, પશુઓ ખાડામાં પડી ગયા, જેના પરિણામે બે ગાયોના મોત થયા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના દક્ષિણ ઝોન એન્જિનિયિંરગ વિભાગના અધિકારીના જણાવ્યા અનુસાર, બંને ગાયો લડી રહી હતી જેના કારણે ખાડામાં પડી અને મૃત્યુ પામી. આ મામલાની તપાસ થઈ રહી છે. ખાડાની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા હતા. જોકે, ખાડાની આસપાસ ક્યાંય પણ બેરિકેડ દૃેખાતા નહોતા, છતાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ બેરિકેડની હાજરી બતાવી પોતાનો બચાવ કર્યો.
ઉલ્લેખનીય છે કે આજે, મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરના લાંભા વોર્ડના લાંભા ગામમાં એક લેક ગાર્ડનના ઉદ્ઘાટન માટે મેયર અને ધારાસભ્યની હાજરીમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. લાંભા વિસ્તારમાં આ ઘટના ત્યારે બની જ્યારે ભાજપના નેતાઓ લાંભામાં એક પાર્ટી પ્લોટ, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર અને સ્ટ્રીટ લાઇટના થાંભલાના શિલાન્યાસ સમારોહ માટે હાજર હતા. આ વિસ્તારમાં ગંભીર બેદરકારી જોવા મળી છે, અને પ્રશ્ર્ન એ રહે છે કે શું કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે